KALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ગામમાં ઠેર ઠેર ભયંકર ગંદકીને લઇ અનેક લોકો બીમારી ના ભરડામાં તાત્કાલિક સફાઈ ની માંગ.

 

તારીખ ૦૫/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં ભયંકર ગંદકી જેથી વેજલપુર ગ્રામ પંચાયત પદ અધિકારીઓ ગ્રામપંચાયત સરપંચ તેમજ ગ્રામપંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્ય તેમજ રાજકીય સત્તા ધીશો હવે થોડી શરમ કરો અને ગામ ની થોડી ફિકર કરો અને ગામનો થોડો વિકાસ કરો ગામમાં ઠેર ઠેર ભયંકર ગંદકી ના કારણે. ગામમાં અનેક લોકો બીમારી ના ભરડામાં સપડાય ગયા છે અને ગામમાં ભયંકર ગંદકી થી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે વેજલપુર ગ્રામ પંચાયત ચૂંટાયેલા પ્રતિનિધિ પોતાના વિસ્તાર ની સફાઈ કામ ન કરાવતા હોવાથી ગામજનો માં નારાજગી તો બીજી તરફ તાલુકા પંચાયત સભ્ય તરીકે ગામજનો એ ખોબલે ખોબલે મત આપી જંગી બહુમતી થી ચૂંટાવી લાવેલ પ્રતિનિધિ પોતાની તાલુકા પંચાયત સભ્યો ની મિટીંગ માં વેજલપુર ગામના ભયંકર પ્રશ્નો અંગે કોઈ આવાજ નથી ઉઠાવી રહ્યા અને મોન સેવીને બેઠાં છે જેના પાછળ નું કારણ સમજાતું નથી તાલુકા પંચાયત સભ્ય એ પોતાની ચૂંટણી દરમિયાન ચૂંટણી એજન્ડામાં જણાવેલ વેજલપુર ગામની રૂપારેલ નદી ઉપર ઉંચા બ્રિજો બનાવીશ મનરેગા ના કામો ઉપર નજર રાખીશ તેમજ ગામના વિવિધ વિકાસ ની યોજના અંગે એજન્ડામાં જણાવેલ એક પણ કામ ગામમાં દેખાતું નથી જેથી ગામજનો રોજેરોજ સોશિયલ મીડિયા ના માધ્યમ થી અનેક વખત અનેક સમસ્યાઓ ને લઈ કોમેન્ટ કરે છે તાલુકા પંચાયત સભ્ય તાલુકા લેવલે કોઈ રજુઆત ના કરતા હોય જેથી તાલુકા પંચાયત સભ્ય કોઈ ના દબાણ માં આવી ગયા છે કે કેમ તેવા અનેક પ્રશ્નો સેવાય રહ્યા છે જેથી વેજલપુર ગામમાં ભયંકર ગંદકી હોવાથી વેજલપુર ગ્રામ પંચાયત પદ અધિકારીઓ ગ્રામ પંચાયત સરપંચ તેમજ ગ્રામ પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્ય તેમજ રાજકીય સત્તા ધીશો હવે થોડી શરમ કરો અને ગામ ની થોડી ફિકર કરો અને ગામનો થોડો વિકાસ કરો ગામમાં ઠેર ઠેર ભયંકર ગંદકી ના કારણે ગામમાં અનેક લોકો બીમારી ના ભરડામાં સપડાય ગયા છે અને ગામમાં ભયંકર ગંદકી ના કારણે રોગ ચાળો ફાટી નીકળે તેમ છે વેજલપુર ગામમાં જાહેર રસ્તા તેમજ દરેક ફળીયામાં ભયંકર ગંદકી દેખાય રહી છે અને ભયંકર ગંદકી ના કારણે ગામજનો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે સરકાર દ્વારા વેજલપુર ગ્રામ પંચાયત માં અનેક વખત સ્વચ્છતાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને હાલમાં પણ સ્વચ્છતાની ગ્રાન્ટ ૨૮૭૮૮૦ હાલમાં પણ આવેલ છે જેથી વેજલપુર ગ્રામ પંચાયત ના ચૂંટાયેલા પ્રતિનિધિ થોડી શરમ છોડી પોતાના વિસ્તાર ની સફાઈ કામ હાથ ધરી વેજલપુર ગામને સ્વચ્છ અને સુંદર બનાવો તેવી લોક માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!