GANDHINAGARGANDHINAGAR CITY / TALUKOGUJARATMORBIMORBI CITY / TALUKO

GUJRAT :આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી ખાતે ‘જય અંબે તિથી ભોજન’ માં દાન કરવા જાહેર અનુરોધ

 

GUJRAT :આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી ખાતે ‘જય અંબે તિથી ભોજન’ માં દાન કરવા જાહેર અનુરોધ

 

 

અંબાજી ખાતેના શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહિવટદાર અને અધિક કલેક્ટરશ્રીની યાદી મુજબ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ એ શ્રી ૫૧ શક્તિપીઠ પૈકી હદયસ્થળ શકિતપીઠ છે. જયાં લાખોની સંખ્યામાં યાત્રાળુ માતાજીના દર્શનાર્થે પધારી દર્શન કરી ધન્યતા અનુભવે છે. અંબાજી ખાતે યાત્રિકોને નિઃશુલ્ક ભોજન પ્રસાદ મળી રહે તેવી વ્યવસ્થા દાતાશ્રીઓના સહયોગથી શરૂ કરવા માટે તા.૨૨/૧/૨૦૨૪ના રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રીરામના નવ નિર્મિત ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીના શુભ પ્રસંગે અંબાજી ખાતે શ્રી અંબિકા ભોજનાલય હસ્તકથી ‘અંબિકા અન્નક્ષેત્ર’ માં નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવામાં આવેલ છે. ‘અંબિકા અન્નક્ષેત્ર’ ખાતે હાલમાં યાત્રાળુઓને સવારે ૧૦:૩૦ થી બપોરે ૩:૦૦ તથા સાંજે ૬:૦૦ થી રાત્રેના ૯:૩૦ કલાક સુધી ભોજન પ્રસાદ આપવામાં આવે છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ધ્વારા ચાલતા ‘અંબિકા અન્નક્ષેત્ર’ માં દાતાશ્રીઓ મારફત દાનભેટ મેળવી જે દાનભેટની રકમ મળે તે રકમ તથા તેના વ્યાજ માંથી જ સંચાલન કરવા ‘જય અંબે તિથી ભોજન’ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જેમાં દાતાશ્રીઓ પાસેથી દાનભેટ મેળવી તેની એફડીઆર કરી તેના વ્યાજમાંથી જ અંબિકા અન્નક્ષેત્ર ખાતે ભક્તોને કાયમી નિઃશુલ્ક ભોજન પ્રસાદમાં અંબાના આશિર્વાદથી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન કરેલ છે.

આ કાર્ય ખુબ જ ભગીરથ હોઈ જે માટે રૂા.૧૦૦.૦૦ (એકસો કરોડ) દાનની માતબર રકમ નકકી કરવામાં આવેલ છે. જે માટે દૈનિક તિથી ભોજનના રૂા.૧,૫૧,૦૦૦/- ના એક એવા આશરે ૭૦૦૦ જેટલા કાયમી દાતાશ્રીઓની જરૂરીયાત રહે છે. આપણે જાણીએ છીએ કે, આ યોજના લોકોના ભાગીરથ થી જ પુર્ણ થશે પરંતુ માં જગદ્ભનનીના આર્શીવાદ થી તે ચોક્કસ શક્ય બનશે જ જેમા કોઈ શંકા નથી.

‘જય અંબે તિથી ભોજન’ યોજના જે દાતાશ્રી દ્વારા ૧ દિવસના રૂા.૧,૫૧,૦૦૦/-એકવાર આપવામાં આવશે તે દાતાશ્રી આજીવન આ તિથી/તારીખના દાતા રહેશે તેમજ આ દાતાશ્રી તરફથી જે તિથી/તારીખએ દાન આપેલ હશે તે તિથી તારીખને દર વર્ષે ‘અંબિકા અન્નક્ષેત્ર’ ખાતે નામની પ્રસિધ્ધી કરવામાં આવશે.

દૈનિક દાતાશ્રીઓ (એક દિવસના) રૂા.૧.૫૧ (એક લાખ એકાવન હજાર), ૧(એક) થી વધુ દિવસના દાતાશ્રીઓ રૂા.૧.૫૧ (એક લાખ એકાવન હજાર) ના ગુણાંકમાં દાનભેટ સ્વાકારવામાં આવશે. ૧ (એક) સપ્તાહના દાતાશ્રીઓ રૂા. ૧૦.૫૧ (દસ લાખ એકાવન હજાર) નક્કી કરવામાં આવ્યા છે. જે દાતાશ્રીઓ દ્વારા દાનભેટ આપવામાં આવશે તો તે તિથી/તારીખે એક દિવસ, બે દિવસ તથા સપ્તાહના દાતાશ્રીઓની યાદીની પ્રસિધ્ધી કરવામાં આવશે. ‘અન્નદાન એ સૌથી મોટું દાન’ હોઈ દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ‘જય અંબે તિથી ભોજન’ યોજનામાં દાતાશ્રીઓને અંબિકા અન્નક્ષેત્રમાં આજીવન દાતા તરીકે જોડાવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવે છે.

આપના યથાશિકત ફાળાનો ચેક/ ડ્રાફટ શ્રી અંબિકા ભોજનાલય, અંબાજીના નામનો મોકલવા તથા ઓનલાઈન ડોનેશન તરીકે બેંક ઓફ બરોડા, અંબાજીના બચત ખાતા નં.14650100013031, IFSC કોડ- BARBOAMBBAN છે. જેમાં દાન રકમ જમા કરી અત્રેની કચેરીએ મોબાઈલ નંબર 94278-97828 ઉપર વોટસેપ કરવા અથવા મંદિરની Email: ambajitempletrust@gmail.com આપશ્રી કરેલ દાનની વિગત, પાનકાર્ડ તથા સરનામાની વિગતો સહ જાણ કરવાનું રાખશો. વધુમાં ‘જય અંબે તિથી ભોજન’ યોજનાની વધુ માહિતી માટે ટેલીફોન નં. 02749-262505 તથા મો. 94264-05205 ઉપર સંપર્ક કરવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના વહિવટદાર અને અધિક કલેક્ટરશ્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!