નાગરીકોને નિહાળવા – – ભાગ લેવા જાહેર નિમંત્રણ

RSS ના 100 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં ધ્રોલ માં યોજાશે વિજયાદશમી ઉત્સવ અને પથ સંચલન.
કાર્યક્રમ ની વિગતો:
કાર્યક્રમ : આર.એસ.એસ. ની સ્થાપના ના શતાબ્દી વર્ષ નો – વિજયાદશમી ઉત્સવ
તારીખ: 5 ઓક્ટોબર 2025
સ્થળ: સતવારા સમાજ ની વાડી. ધ્રોલ
સમય: સવારે 10 કલાકે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની સ્થાપના વર્ષ 1925 માં ડૉ. કેશવ બલીરામ હેડગેવાર દ્વારા કરવામાં આવી હતી. સંઘનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રના સર્વાંગીણ વિકાસ સાથે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓને સંરક્ષિત તથા પ્રોત્સાહિત કરવાનો છે.
એક શતાબ્દીથી RSS એ દેશભક્તિ, સેવા ભાવના અને સશક્ત અને વિજીગીશુ મનોવૃત્તિ વિકસાવવા માટે સતત કાર્ય કર્યું છે. સંગઠન ના સ્વયંસેવકોની પ્રતિબદ્ધતા અને પરિશ્રમ ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
સમાજસેવા, રાષ્ટ્ર નિર્માણ અને સંસ્કૃતિના ગૌરવ માટે RSS છેલ્લા 100 વર્ષથી અવિરત પ્રયત્નશીલ રહ્યું છે.
આ વર્ષે RSS પોતાના સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. *આ ઐતિહાસિક પ્રસંગે 5 ઓક્ટોબર 2025 ના રોજ વિશાળ વિજયાદશમી ઉત્સવનું આયોજન ધ્રોલ નગર માં કરવામાં આવ્યું છે.* આ શતાબ્દી વર્ષ ના વિજયાદશમીના પાવન અવસરે, RSS ફરી એકવાર રાષ્ટ્રીય જવાબદારીઓ માટે પોતાની પ્રતિબદ્ધતાઓ ને વધુ સુદ્રઢ કરશે.
આ કાર્યક્રમ જનતા માટે પણ વિશેષ અવસર લાવે છે – જ્યાં તેઓ સંસ્કૃતિ, સામાજિક એકતા અને રાષ્ટ્રીય સન્માન વિષે વધુ માહિતગાર થઈ શકે છે. સાથે જ, RSS ની સેવાઓ અને કાર્યો વિશે સમજ મેળવીને દેશના ભવિષ્ય માટે વધુ ક્રિયાશીલ થઈ પોતાની ભૂમિકા નિભાવવા વધુ સક્રિયતા મેળવી શકે છે.
આ ઐતિહાસિક અને પ્રેરણાદાયી કાર્યક્રમમાં દરેક નાગરિક ને સહભાગી થવા માટે જાહેર આમંત્રણ છે. તેમ ધ્રોલથી અશ્ર્વીનભાઇ આશા ની યાદી જણાવે છે




