નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલુ બાંધકામની સ્થળ પર સલામતી અને પર્યાવરણની જાળવણી અંગે જાહેર સૂચના…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલુ બાંધકામની સ્થળ પર સલામતી તેમજ પર્યાવરણની જાળવણી અંગે પૂરતા પગલા લેવા તેમજ બાંધકામની પદ્ધતિ માટેની પોલીસી (Building by laws) આથી નવસારી મહાનગરપાલિકા વિસ્તારના તમામ મિલકતધારકો, કબજેદારો, ડેવલોપર્સ, એન્જીનિયરને આ જાહેર નોટીસથી જણાવવામાં આવે છે કે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલુ બાંધકામના સ્થળ પર સલામતી તેમજ પર્યાવરણની જાળવણી અંગે પૂરતા પગલા લેવા તેમજ બાંધકામની પદ્ધતિ માટેના નિતીનિયમ નક્કી કરેલ છે. Annexure 1: Notification on C&D Waste Collection Centres and C&D Waste Collection Charges Annexure 2: Notifications Published by Navsari Municipal Corporation for Good Construction Practises ચાલુ બાંધકામની સાઈટ (Ongoing Construction Site) પર સલામતી તેમજ પર્યાવરણની જાળવણી માટે બાંધકામ/ડીમોલેશનની પ્રવૃત્તિ દરમિયાન પ્રાથમિક જવાબદારી તથા જરૂરી પગલા બાંધકામ કરનારે લેવાના રહશે.ચાલુ બાંધકામની સાઈટ (Ongoing Construction Site) પર સલામતી તેમજ પર્યાવરણની જાળવણી માટે બાંધકામ/ડિમોલેશનની પ્રવૃત્તિ દરમિયાન અવર જવર કરતા ટુકો/ ભારખટારા / જેસીબી તથા અન્ય મશીનરી અંગે પ્રાથમિક જવાબદારી તથા જરૂરી પગલા બાંધકામ કરનાર લેવાના રહે છે. હયાત બાંધકામ દુર (Demolish) કરવાની કામગીરી બાબતે કાર્યપદ્ધતિ બાંધકામની વિકાસ પરવાનગીના કિસ્સામાં સી. જી.ડી.સી.આર.-૨૦૧૭ ના ક્લોઝ નં. ૧૭.૪ તથા શિડયુલ નં: ૧૨ મુજબ વૃક્ષનું પ્રોવિઝન કરવા બાબત.બાંધકામની વિકાસ પરવાનગીના CGDCR-2017ની જોગવાઈ નં.૧૭.૨.૨ મુજબ બિલ્ડીંગ યુનિટના ક્ષેત્રફળ અનુસાર જરૂરી રેઈન વોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ સાથે સ્થળે પરકોલેશન વેલ બનાવવા બાબત. કન્સ્ટ્રકશન સાઈટ પર કોઈપણ પ્રકારની CONSTRUCTION TOWER CRANEના ઈન્સ્ટોલેશન/ ઓપરેશન અંગેની કામગીરી દરમિયાન જાહેર સલામતી સંદર્ભે તકેદારીના ભાગરૂપે અનુસરવાની કાર્યપદ્ધતિ (એનેક્ષર)/ STANDARD OPERATING PROCEDURE (SOP).
Annexure 3: Penalty Collection for Violation of Any Good Construction Practises Annexure 4: રેડી-મિક્સ કોંકિટ (RMC) પ્લાન્ટ માટેનાં કોકિટ બેચિંગ પ્લાન્ટના Erection/વપરાશ માટે જરૂરી લાઇસન્સ માટેની માર્ગદર્શિકા…..આ નોટિસથી નવસારી મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં બાંધકામના સ્થળે સલામતી તેમજ પર્યાવરણની જાળવણી માટેની પ્રાયમિક જવાબદારીઓ સંબંધિત અરજદરો/ માલિકો/ ડેવલપર્સ/ એન્જીનિયર તેમજ તમામ શખ્સોને જાણ કરવામાં આવે છે કે, ઉપરોક્ત બાંધકામ પદ્ધતિ માટેની પોલીસી (Building bylaws) જાહેર કરેલ હોય, જે મુજબના નિતીનિયમોનું પાલન કરવા આથી જણાવવામાં આવે છે. ઉપરોક્ત બાંધકામ પદ્ધતિ માટેની પોલિસી (Building bylaws) નવસારી મહાનગરપાલિકાની website (https://navsaricity.in/pdf/nmcbylaws) પર જોવા મળશે..




