
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આહવા ડેપોમાં આવેલ ટોયલેટ-બાથરૂમનું તમામ પાણી નજીક નાં સ્થાનિક વ્યકિતની ખુલ્લી ગટરમાંથી છોડવામાં આવતુ હોય,આ ગટર સ્થાનિક વ્યક્તિના ઘરના આંગણામાંથી જતી હોય,ત્યારે સ્થાનિકો બીમારીથી હાલ પીડાય રહેલ છે. તેમજ ગંદકી ઉભી થયેલ છે, જેથી આ ગટર તાત્કાલીક ધોરણે પાઈપલાઈનથી બંધ કરવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિકોએ મુખ્ય આરોગ્ય અધિકારી ને સંબોધીને લેખિતમાં રજૂઆત કરી છે.સ્થાનિકોએ રજૂઆતમાં જણાવ્યા અનુસાર, સ્થાનિકોના લગભગ ૨૫ થી ૩૦ ઘરો આવેલા છે.અને હાલ આહવા ડેપોના સંડાસ-બાથરૂમના મળમુત્રથી તમામ પાણી તેમજ ગંદકી ઘરોના બાજુમાં આવેલ ગટરમાંથી પસાર થતી હોય,સ્થાનિકો દરરોજ આ ગંદકીથી હેરાનગતિ થઈ રહેલ છે. તેમજ ગંદકીના લીધે મચ્છરોથી પીડાય રહ્યા છે. અને વારંવાર આ ગંદકીના કારણે બીમારીથી લોકો પીડાઈ રહ્યા છે. આ ગટર તાત્કાલીક ધોરણે બંધ કરાવવા અથવા તો મોટા પાઈપથી અંદરથી લેવા તેમજ આ ઉપરથી પાણી તેમજ ગંદવાડો બંધ કરાવવા માટે સ્થાનિકોએ રજૂઆત કરી છે.આ બાબતે સ્થાનિકોએ વારંવાર આહવા – ડાંગની પંચાયતમાં તેમજ આહવા-ડેપોના મેનેજરને રજુઆતો કરતા આવેલ તેમ છતાં આજદીન સુધી આ બાબતે કોઈપણ જાતનુ આશ્વાસન કે સ્થાનિકોના હીતમાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. અને ચોમાસા દરમ્યાન વધુ પાણી આવતુ હોઈ આહવા ડેપોના ટોયલેટ-બાથરૂમનું મળમુત્રનું તમામ પાણી સ્થાનિકોના ઘરના આંગણામાંથી પસાર થાય છે. અને આ બાબતે સ્થાનિકોએ રજુઆત કરેલ હોવા છતા આજદીન સુધી આ બાબતની કોઈ ગંભીરતા જેવા પગલા લેવામાં આવેલ નથી.અને સ્થાનિકો આ ગંદકીના કારણે બીમારીના ભોગ બનેલ છે. અને જેના કારણે તેઓએ જાન પણ ગુમાવેલ હોવા છતા આજદીન સુધી આહવા આરોગ્ય ખાતાએ તેમજ આહવા પંચાયત તેમજ આહવાના ડેપો મેનેજરે કોઈપણ જાતની આ બાબતની ગંભીરતા લીધેલ નથી. ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આહવા ડેપોના પાછળ આવેલા ઘરોની તમામ બહેનો ભેગા મળી કચેરી ઉપર ધરણા કરશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.આજથી પચ્ચીસ વર્ષ અગાઉથી આ ખુલ્લી ગટર બાબતે આહવા ડેપોના મેનેજરને જાણ કર્યા હોવા છતા આજદીન સુધી તેના ઉપર કોઈપણ પ્રતિક્રિયા કે ગંભીરતા જેવી લીધેલ નથી. ત્યારે બાબતે તાત્કાલીક ધ્યાન આપી સદર ગટર પાઈપ લાઈનથી ચાલુ કરવા અથવા ગટર બંધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે..





