અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લા કક્ષાનો I.C.D.S દ્વારા “પોષણ ઉત્સવ” ઉજવાયો પરંતુ શું બાળકો ને મેનુ પ્રમાણે જમવાનું મળે છે ખરું…? કેટલીક આંગણવાડીમાં માત્ર ખીચડી જ બનાવતા હોવાના આક્ષેપો ઉઠ્યા
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને અરવલ્લી જિલ્લા આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા મોડાસા શહેરના ડૉ.આંબેડકર ભવન હોલ ખાતે જિલ્લા કક્ષાનો “પોષણ ઉત્સવ-2024 અંતર્ગત પૌષ્ટિક વાનગી સ્પર્ધાનો કાર્યક્રમ યોજાયો ગયો પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. જિલ્લાના 6 તાલુકા ઘટકના બહેનોએ કાર્યક્રમ સ્થળે વાનગી સ્ટોલ ઉભા કરીને વિવિધ વાનગી પ્રદર્શિત કરી હતી.પરંતુ હાલ જિલ્લાની ચાલતી કેટલીક આંગણવાડીઓ માં માત્ર ખીચડી જ આપવામાં આવતી હોય તેવી વાત સામે આવી છે જેમાં મેઘરજ તાલુકાના એક જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે સરકાર નાના બાળકો માટે વિવિધ વાનગીઓ બાળકો ને આંગણવાડીમાં મળી રહે તે હેતુ થી મેનુ પણ બનાવામાં આવ્યું છે પરંતુ મેનુ પ્રમાણે જમવાનું બાળકો ને મળતું નથી તેવી વાત સામે આવી હતી.હાલ યોજાઈ રહેલા “પોષણ ઉત્સવ” ઉજવાયો અને વિવિધ વાનગીઓના સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા પરંતુ શું ખરેખર નાના બાળકોને ને આંગણવાડી માં મેનુ પ્રમાણે જમવાનુ મળે છે ખરું…? હાલ આંગણવાડી જિલ્લા અધિકારી આ બાબતે ધ્યાન દોરે અને ઓચિંતી તપાસ થાય તો કંઈક બહાર આવી શકે તેમ છે.