GUJARATKHERGAMNAVSARI

ખેરગામ:આદિવાસી વિસ્તારમાં પૂજ્ય વેદપાથીજી મહારાજે સનાતન ધર્મનો ધ્વજ લહેરાવ્યો — પ્રફુલભાઈ શુક્લ

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

નાંધઈઃ
વેદાંશ્રમ, નાંધઈ ખાતે આજે બ્રહ્મલિન પૂજ્ય દયાનંદ વેદપાથીજી મહારાજનો ૧૧મો નિર્વાણ દિન ભવ્ય રીતે ઉજવાયો હતો. નારણપોર જલારામ મંદિરથી અરવિંદભાઈ પટેલના નેતૃત્વમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હતો.આ પ્રસંગે ચાંદોદના કૈલાશપુરી મહારાજ, વારાણસીના મહામંડલેશ્વર સ્વામી, ખેરગામના કથાકાર પ્રફુલભાઈ શુક્લ, કથાકાર છોટા મોરારીબાપુ, આચાર્ય કશ્યપભાઈ જાની સહિત અનેક સંતો-મહાત્માઓ અને સનાતન ધર્મી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.ઉદબોધન કરતા કથાકાર પ્રફુલભાઈ શુક્લએ જણાવ્યું કે,> “આપણા આદિવાસી વિસ્તારમાં સનાતન ધર્મનો ધ્વજ લહેરાઈ રહ્યો છે, તે પૂજ્ય વેદપાથીજી મહારાજની તપશ્ચર્યાનો અને સેવાભાવનો યશ છે.”ઉપસ્થિત વક્તાઓએ પણ પૂજ્ય વેદપાથીજી મહારાજના જીવનકવનનું સ્મરણ કરી તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી. કાર્યક્રમના અંતે વેદાંશ્રમના સંચાલક રતિલાલ પટેલ તથા ટ્રસ્ટીઓએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. હજારો ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. અંતે નંદલાલ પટેલ ભાભાએ આભાર વિધી કરી હતી.

Back to top button
error: Content is protected !!