GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

સહ.સોસા.ના બે ડીફોલ્ટરોને સજા અને દંડ

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના બે ડીફોલ્ટર સભાસદોને સજા અને ચેક મુજબની રકમના દંડ

જામનગર :
જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ મનોજ છગનભાઈ લીંબાસીયા અને જગદીશ બુધાભાઈ રાઠોડએ સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીઓએ ચેક આપેલા અને સોસાયટીએ ચેકો બેંકમાં ડિપોઝીટ કરતા બેન્નેના ચેકો રીટર્ન થયેલ જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવેલ તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ – ૧૩૮ અન્વયે આરોપીઓ વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી અને સમન્સ મળતા આરોપીઓ કોર્ટ સમક્ષ હાજર થયેલા હતા.
આ કેસ આગળ ચાલતા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ, ફરીયાદી પક્ષના પુરાવાઓ અને સોસાયટીના વકીલની દલીલોને ધ્યાને લઈ આ કામના બંને આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલા અને મનોજ છગનભાઈ લીંબાસીયાને ૪ માસની જેલની સજા તેમજ રૂ ૮૩,૮૨૯ નો દંડ તેમજ જગદીશ બુધાભાઈ રાઠોડને રૂ ૧,૯૨,૦૦૨નો દંડ અને ૬ માસની જેલની સજા તેમજ બંને આરોપીઓ ગેરહાજર હોવાથી વોરંટ ઇસ્યુ કરવા તથા તેની બજવણી માટે જામનગર જીલ્લા પોલીસ વડાને મોકલવાનો હુકમ કરવામાં આવેલ છે.
આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ.પટેલ, મણીલાલ જી.કાલસરીયા, ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ.ધામેલીયા,જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.

__________________

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU)

gov.accre.Journalist

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

 

Back to top button
error: Content is protected !!