અમદાવાદ જિલ્લાના આંગણવાડી કેન્દ્રો ખાતે પૂર્ણા દિવસ અને વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ ઊજવાયો
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ, 28 મે – અમદાવાદ જિલ્લાના તમામ આંગણવાડી કેન્દ્રો પર માસના ચોથા મંગળવારના દિવસે ‘પૂર્ણા દિવસ’ અને ‘વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ’ની ઉજવણી ઉલ્લાસભેર કરવામાં આવી. કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓમાં આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો રહ્યો.
આ અવસરે ‘રેડ ડોટ ચેલેન્જ’ અંતર્ગત કિશોરીઓ દ્વારા સ્વહસ્તે બ્રેસલેટ બનાવવાના આયોજન સાથે તેમની ઊંચાઈ અને વજનની તપાસ પણ કરવામાં આવી. સાથે જ, કિશોરીઓને પૂર્ણા શક્તિ અને ટેક હોમ રાશન (THR)ના પેકેટ વિતરણ કરવામાં આવ્યા.
આંગણવાડી કાર્યકરોએ કિશોરીઓને માસિક સ્વચ્છતા વિષે માર્ગદર્શન આપ્યું હતું. હીમોગ્લોબિન સ્તર, બોડી માસ ઈન્ડેક્સ (BMI) અને પોષણ મહત્વ જેવી જાણકારી સરળ ભાષામાં સમજાવવામાં આવી.
કાર્યક્રમ દ્વારા કિશોરીઓને માત્ર સ્વસ્થ જીવનશૈલીની જ નહીં, પણ પોતાનાં આરોગ્ય અંગે સચેત અને આત્મનિર્ભર બનવાની દિશામાં મહત્વપૂર્ણ જ્ઞાન અને સાધનો પ્રાપ્ત થયા.