નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ઘઉંની પુસા ઓજસ્વી (HI 1650) જાતનાં નિદર્શન અપાયા.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા કૃષિની નવીનત્તમ ટેકનોલોજી જીલ્લાનાં અંતરિયાળ ખેડૂત સુધી પહોંચે તેવાં સતત પ્રયત્નો આખા વર્ષ દરમ્યાન હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત ICAR-IARI, રીસર્ચ સ્ટેશન ઈન્દોર, મધ્ય પ્રદેશ દ્વારા વિકસાવેલી ઘઉંની વધુ ઉત્પાદન આપતી બાયોફોર્ટીકાઈડ વેરાયટી HI 1650 (પુસા ઓજસ્વી) નાં નવસારી જીલ્લામાં નિદર્શન આપવા માટેનું આવોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવિર્સિટીનાં માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ.હેમંત શર્માનાં અધ્યક્ષસ્થાને આયોજન કરાયું હતું. અધ્યક્ષસ્થાનેથી તેમણે આ ઘઉંની નવી જાતની ખાસીયતો તેમજ તેની રોપણીથી કાપણી સુધીનાં જુદા જુદા તબકકાઓની ફોટોગ્રાફી અને ડેટાબેઝ નોંધવા અપીલ કરી હતી. તેમજ આ જાતની કાપણી થઈ ગયા બાદ બધા ઘઉં વેચી ન દેતાં તેનું બિયારણ આવતાં વર્ષ માટે રાખી તે આજુબાજુનાં ખેડૂતોને પણ થોડું થોડું રોપવા માટે આપવા જણાવ્યું હતું. કેન્દ્રનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, ડૉ.સુમિત સાળુંખેએ વધુ ઝીક ધરાવતી બાયોહોર્ટીફાઈડ વેરાયટી હોવાથી ઝીંકની ઉણપ નિવારવા માટે વધુ ઉપયોગી નિવડશે તેમ જણાવ્યું હતું. કાર્યક્રમમાં ન.મ.કૃષિ મહાવિદ્યાલયનાં સહ પ્રાધ્યાપક, ડૉ. કિંજલ શાહે ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ અને માવજત અંગે તેમજ ડૉ.કે.વી.મકવાણાએ ઘઉંમાં આવતા રોગ જીવાત અને તેનાં નિયંત્રણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. કેન્દ્રનાં વૈજ્ઞાનિક ડૉ. સ્નેહલકુમાર પટેલે અને નિતલ પટેલે ઘઉંનું બિયારણ વિસ્તરણ શિક્ષણ નિયામક અને મહાનુભાવોનાં હસ્તે વિતરણ કરવા માટેનું સફળ આયોજન કર્યું હતું. કાર્યક્રમમાં નવસારી જીલ્લાનાં ૧૦ ખેડૂત ભાઈ બહેનોને (HI 1650) થઉંનું ૨૦૦ કિલો બિયારણ નિદર્શન માટે વિતરણ કરાયું હતું.




