અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા : નગર પાલિકાએ મોડાસા શહેરને પહેલા વરસાદે પાણી નગર બનાવ્યું હોય તેવો ઘાટ, ગટર લાઇન- પાણીના યોગ્ય નિકાલના કામો સામે સવાલો
મોડાસા શહેરમાં પહેલા જ વરસાદે નગર પાલિકાના કામોની પોલ ખુલ્લી કરી દિધી અને નગર પાલિકાએ જાણે કે એવું કામ કરાવ્યુ કે મોડાસા નગરને પાણી નગર બનાવી દીધું ઠેર ઠેર પાણી ભરાયા છતાં તંત્ર ફરક્યું જ ના હોય તેવો ઘાટ જોવા મળ્યો.
નગર પાલિકાના કામગીરી ની રૂપ રેખા તૈયાર કરનાર એન્જિનિયર ને પણ દાદ દેવા જેવી છે કેમ કે કામો કરો પણ પરેશાન તો આમ જનતા જ થાય છે. દર વર્ષ એ પરિસ્થિતિ એના એજ રહી સરકારના લાખો રૂપિયા ખર્ચી ને પાણીના યોગ્ય નિકાલના કામો તેમજ ગટરના કામો કરવામાં આવે છે પણ ક્યાંક જવાબદાર તંત્ર ની બુદ્ધિ અલગ જ ચાલતી હોય છે. પ્રથમ વરસાદે જ નગર પાલિકાના થયેલા પાણીના નિકાલના અને ગટર ના કામો ની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. કામો જોયા વગર પણ બિલો ચૂકવી દેવામાં આવતા હશે…?
મોડાસા શહેરમાં થોડા દિવસ પહેલા જ મોડાસા મેઘરજ રોડ પર ગટર લાઇન અને પાણીના નિકાલ અંગેના કામો કરવામાં આવ્યા છતાં કામો માં વેઠ હોય તેવો ઘાટ જોવા મળ્યો અને દ્વારકાપુરી વિસ્તારમાં માં રસ્તાઓ પર ગટરો ઉભરાઈ અને વરસાદી પાણી રસ્તા પર ભરાયા જવાબદાર કોણ..? નગર પાલિકા ધ્વારા માણસો મોકલી દઈ કેટલેક અંશે કામગીરી કરવામાં આવે છે પરંતુ આવું કેટલા દિવસ એકના એક પરિસ્થિતિ નું દરવર્ષે એ પુનરાવર્તન થતું હોય તેવો હાલ ઘાટ છે



