
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસામાં જાહેરમાં બે શખ્સ વચ્ચે લાકડી વડે મારામારી, કાયદો અને વ્યવસ્થા પર સવાલો, વિડિઓ થયો વાયરલ
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ચિંતા ઊભી કરનારી ઘટના બની છે. શહેરના ડીપ વિસ્તારમાં આવેલા જેસિંગબાપા સર્કલ પાસે રોડ વચ્ચે કોઈ કારણસર બે શખ્સ વચ્ચે લાકડી વડે સામસામે મારામારી થઈ હોવાનો વિડિઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
ઘટનાને કારણે માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ આ ઝપાઝપીનો વિડિયો મોબાઇલમાં રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો. જાહેરમાં થયેલી આ ઘટનાએ સ્થાનિકોમાં ચકચાર મચાવી છે અને અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઊભા કર્યા છે.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



