
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
વિકાસ સપ્તાહને ઉજવી રહેલ તંત્ર ને સવાલ!! આંગણવાડી કેન્દ્ર માં બાળકોને આપવામાં આવતા આહારના છેલ્લા 6 મહિનાથી બિલો પાસ ના થતા નારાજગી
અરવલ્લી જિલ્લા ICDS વિભાગનું વહીવટી કામ જાણે ખાડે ગયું હોય એવું સ્પષ્ટ પણે જણાઈ આવે છે.એસી ચેમ્બરમાં બેસી ફરજના દિવસો પસાર કરતા અધિકારીને તેમના કર્મચારી ની કેમ ચિંતા નથી,ઓછા પગારમાં નોકરી કરી પોતાનું ગુજરાન ચલાવતી કર્મચારી મહિલાઓની રજુઆત સાંભળવા માં આવતી ન હોવાના આક્ષેપો ઉઠ્યા છે,અરવલ્લી જિલ્લામાં 1400 જેટલી આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે,કાર્યકર બહેનો દર મહિને બાળકોને દરરોજ નાસ્તામાં આપવામાં આવતો આહાર જેવા કે દાળ,ચણા મીઠું મરચું સહિતનો માલ સમાન રોકડા રૂપિયાથી લાવી ખવડાવવા માં આવે છે,જેનું બિલ છેલ્લા 6 મહિનાથી પાસ ન થયું હોવાને લઈ સાવલો ઉઠ્યા છે,દિવાળીના તહેવારો ને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે,કર્મચારીઓના બિલ પાસ થાય તે જરૂરી.અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર હાલ વિકાસ સપ્તાહની ઉજવણીમાં વ્યસ્ત છે,વ્યસ્તતા માંથી જ્યારે નવરાશનો સમય મળે ત્યારે આ કર્મચારીઓ ની માંગ સંતોષાય તે પણ જરૂરી




