ભરૂચ: પાવર ગ્રીડ કોર્પોરેશન હાઈટેન્શન લાઇન નાખવાની કામગીરી દયાદરા ગામે ચાલુ થતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો..

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા 765 કે.વી.ની બે અને 440 કે.વી.ની બે હાઈ ટેન્શન લાઇન ઉભી કરવા માટે ખેતરોમાં આડેધડ મહાકાય ટાવરો સ્થાપવાની તૈયારીઓ સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ હાઈ ટેન્શન લાઇન નાખવાની કામગીરી આજરોજ ચાલુ કરવામાં આવતા દયાદરા તેમજ આજુબાજુના વિસ્તારના ખેડૂતોએ ભેગા મળી ભારે હોબાળો મચાવ્યો હતો જેના પગલે ભરૂચ ગ્રામ્ય મામલદાર દયાદરા દોડી ગયા હતા અને મામલો થાળે પાડવા પ્રયાસ હાથ ધર્યા હતા જોકે ખેડૂતો જાન આપી દઈશું પણ જમીન માં લાઇન નાખવા નઈ દઈએ ની જીદે ચડ્યા હતા સમગ્ર મામલો ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કલેકટર પાસે પહોંચ્યો હતો અને પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ ખેડૂતો સાથે બેઠક યોજી હતી અને ખેડુતોને સમજાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા જોકે ખેડૂતોએ હાલ કોઈ નિર્ણય ન લઈ સમય માંગી નિર્ણય કરવા જણાવ્યું હતું.




