ARAVALLIBHILODAGUJARATMODASA

ભિલોડામાં પોલીસની કામગીરી સામે સવાલો : મજૂર બલિનો બકરો બન્યો…? વાસ્તવિક માલિક પર કાર્યવાહી કેમ નહીં – સ્થાનિકોમાં આક્રોશ

પોલીસ હજુ સુધી મૂળ માલિક સુધી પહોંચવામાં ઢીલી પડી..!! સત્ય હકીકત કંઈક અલગ જ હોવાની ચર્ચાઓ જામી 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

ભિલોડામાં પોલીસની કામગીરી સામે સવાલો : મજૂર બલિનો બકરો બન્યો…? વાસ્તવિક માલિક પર કાર્યવાહી કેમ નહીં – સ્થાનિકોમાં આક્રોશ

પોલીસ હજુ સુધી મૂળ માલિક સુધી પહોંચવામાં ઢીલી પડી..!! સત્ય હકીકત કંઈક અલગ જ હોવાની ચર્ચાઓ જામી

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ટાકાટુકા ગામની બહાર ગાંજાના જપ્તી કેસને લઈને પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. ભિલોડા પોલીસે એરંડા  ખેતરમાંથી 23 ગાંજાના છોડ (કુલ 9.700 કિલો, અંદાજિત કિંમત ₹4.85 લાખ) જપ્ત કર્યા હતા. જોકે, સમગ્ર કાર્યવાહી દરમિયાન ફક્ત એક મજૂર સંજયકુમાર તેજુભાઈ ગમાર (ઉંમર 25 વર્ષ) ની જ ધરપકડ થતા સ્થાનિકોમાં ભારે ચર્ચા અને આક્રોશ ફેલાયો છે. ચર્ચાઓ મુજબ સ્થાનિકોનો આરોપ છે કે વાસ્તવિક આરોપી હજુ બહાર છે ત્યાર બાદ સ્થાનિક રહેવાસીઓ અને સામાજિક કાર્યકરોનો દાવો છે કે ગાંજાની ખેતી જેવી પ્રક્રિયા એકલા મજૂર માટે શક્ય નથી. ખેતી માટે બીજ, ખાતર, પાણી અને લાંબા ગાળાની દેખરેખ જરૂરી હોય છે, જે જમીનના માલિકની જાણ વિના શક્ય નથી. તેમ છતાં ખેતરના વાસ્તવિક માલિક સામે કોઈ કાર્યવાહી થઈ હોવાના પુરાવા સામે આવ્યા નથી. નવાઈની વાત એ કે ડ્રોન અને FSL ટીમ છતાં તપાસ અધૂરી..? પોલીસે ડ્રોન સર્વેલન્સ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની મદદથી દરોડા પાડ્યા હતા અને વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી. છતાં, સ્થાનિકોના મત મુજબ તપાસ માત્ર એક યુવાનની ધરપકડ સુધી મર્યાદિત રહી હોવાનું લાગી રહ્યું છે. આને લઈને “ઢીલી કામગીરી” અને “અપૂર્ણ તપાસ” ના આરોપો ઉઠી રહ્યા છે

ગાંજાના બીજ ક્યાંથી આવ્યા?

વેચાણ નેટવર્ક કોણ સંભાળી રહ્યું હતું..?

ખેતરના માલિક અથવા અન્ય સંડોવાયેલા લોકો કોણ …?

સ્થાનિકોમાં માન્યતા છે કે નાના મજૂરોને ઝડપવું સરળ છે, પરંતુ મોટા નેટવર્ક સુધી પહોંચવામાં પોલીસ નિષ્ફળ રહેતી હોય છે, જેના કારણે પોલીસની વિશ્વસનીયતા પર પણ સવાલો ઉભા થાય છે.

કેસ બાબતે વધુ પૂછપરછ માટે જિલ્લા DYSP સાથે ટેલિફોનીક વાત કરતા જણાવ્યું હતું કે તપાસ જે તે અધિકારીને પાસે છે તેમને ખ્યાલ હશે, ત્યાર બાદ ભિલોડા પોલીસ સ્ટેશન ના અધિકારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે તપાસ SOG જોડે છે તેમ જણાવ્યું હતું અધિકારીને સવાલ પૂછતા તેમણે જણાવ્યું હતું કે જમીન ના મૂળ માલિકનું નામ ખુલશે તો તેમની સામે પણ કાર્યવાહી થશે તેમ જાણવા મળ્યું હતું બીજી તરફ તપાસ કરનાર SOG ના અધિકારી સાથે ટેલિફોનીક વાત કરતા માહિતી આપી હતી કે હજુ મૂળ માલિકનું નામ ખૂલ્યું નથી અને આરોપી મૂળ માલિકનું નામ નથી બતાવતી રહ્યો હાલ રિમાન્ડ શરૂ છે આવતી કાલ સુધી તેમ જણાવ્યું હતું ત્યારે હવે જવાબદાર અધિકારીઓ પણ ગોર ગોર જવાબ આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે

Back to top button
error: Content is protected !!