ARAVALLIGUJARATMODASA

મોડાસા રૂરલ પોલીસની ઝડપી કાર્યવાહી : પોક્સો ગુન્હાનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો, આરોપીને સાથે રાખી ઘટનાનું કરાયુ રિકન્સ્ટ્રક્શન

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

મોડાસા રૂરલ પોલીસની ઝડપી કાર્યવાહી : પોક્સો ગુન્હાનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો, આરોપીને સાથે રાખી ઘટનાનું કરાયુ રિકન્સ્ટ્રક્શન

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૮૦૦૮૨૫૦૯૪૬/૨૦૨૫ મુજબ ભારતીય ન્યાય સંહિતા–૨૦૨૩ની કલમ ૧૧૮(૨), ૭૬ તથા પોક્સો એક્ટ કલમ-૮ હેઠળ નોંધાયેલા ગંભીર ગુન્હાના આરોપીને મોડાસા રૂરલ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લેતાં પોલીસની કાર્યક્ષમતા સામે આવી છે.

આ કાર્યવાહી  વિરેન્દ્રસિંહ યાદવ (નાયબ પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર વિભાગ), મનોહરસિંહ એન. જાડેજા (પોલીસ અધીક્ષક, અરવલ્લી) તથા આર.ડી. ડાભી (નાયબ પોલીસ અધીક્ષક, મોડાસા વિભાગ)ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર  કે.ડી. ગોહીલની સૂચનાથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.ડી. રાઠોડ, એમ.જે. પટેલ તેમજ પોલીસ સ્ટાફે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી.પ્રાપ્ત વિગતો મુજબ આરોપી પોતાની મોટરસાયકલ લઈને મેઢાસણ ગામની સીમમાં મેશ્વો નદીના કિનારે પહોંચ્યો હતો, જ્યાં તેણે સગીર વયની બાળકી પર તેના હાથમાં રહેલા દાતરડાથી હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. બનાવની ગંભીરતા ધ્યાનમાં લઈ પોલીસે તુરંત કાર્યવાહી કરી આરોપીને ઝડપી લીધો હતો તથા ગુન્હાવાળી જગ્યાએ જઈ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું છે.ગંભીર પોક્સો ગુન્હાના આરોપીને ટૂંકા સમયમાં પકડી પાડવામાં મોડાસા રૂરલ પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે.

પકડાયેલ આરોપી : મહેશભાઈ સોમાજી

Back to top button
error: Content is protected !!