
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા લાયન્સ ક્લબ સોસાયટી સંચાલિત બહેરા મૂંગા શાળા તથા આઈ.ટી.આઈ ના વિદ્યાર્થીઓ શ્રી એમ.એલ. ગાંધી હાયર એજ્યુકેશન સોસાયટી ની મુલાકાત લીધી
મોડાસા વાડીલાલ હીરાલાલ બહેરા મૂંગા શાળા તથા આઈ.ટી.આઈ ના સાઈઠ વિદ્યાર્થી મિત્રો તેમના શિક્ષકો સાથે આજ રોજ ગુરુપૂર્ણિમા ના પાવન દિવસે વિદ્યાનગરી તરીકે પ્રચલિત ગાંધી કેમ્પસ ની મુલાકાત દરમિયાન માતૃ રંજનાબેન પ્રતાપભાઈ ગોંગીવાલા લોક વિજ્ઞાન કેન્દ્ર, સર પી. ટી. સાયન્સ કોલેજ ના વિવિધ વિભાગો તેમજ અંબાલાલ સુરા સંગ્રહાલય ની મુલાકાત ઉત્સાહભેર ભાગ લઈ જાણકારી પ્રાપ્ત કરી. સાયન્સ કોલેજના આચાર્ય ડૉ. કે પી. પટેલ, ડો. મનોજ ગોંગીવાલા તરફથી અલ્પાહાર આપવામાં આવ્યો. મંડળના પ્રમુખ. મહેન્દ્રભાઈ વી શાહ તથા ડૉ. ટી. બી. પટેલ, કદમભાઈ વોરા, શૈલેન્દ્રભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યું. પ્રો.ડૉ. મનોજ ગોંગીવાલા દ્વારા સંકલિત આ કાર્યક્રમ મા તેમના દ્વારા સેવારત ગ્લુકો બિસ્કીટસ તેમજ વૃક્ષો નું વિતરણ કરવામાં આવ્યું.




