રાહ ગામે ગૌચરની જમીનમાં બીનઅધિકૃત દબાણ દુર કરવા કરાઈ રજૂઆત

*//બોક્સ. ગ્રામ પંચાયત તેમજ તલાટી શ્રીને અનેકવાર રજુઆત કરવા છતાં કોઈ નાં પેટનું પાણી હલતું નથી//*
થરાદ તાલુકાના રાહ ગામે ગૌચર ની જમીન જેનો સ.નં. ૫૫૩ ગોચરની બાજુમાં માથાભારે દબાણકારો દ્વારા જમીન નુ પિયત કરવામા આવે છે. જેમાં રાહ ગામના રબારી મોતી ભાઈ હેમરાજભાઈ એ મોટા પ્રમાણ માં દબાણ કરી પીયત કરી રહેલ છે. હેમરાજભાઈ પાણી ના બોરથી પાણી વાવી પીયત કરે છે. આ દબાણ વાળી જમીન માં પતરા ના શેડ પણ બનાવેલ છે. અને લાખો રૂપિયા નો પાક પેદાશ લે છે. બિનઅધિકૃત મોટું પાણી નું ટાંકુ પણ બનાવેલ છે. દબાણની જગ્યા માં આંગળના ભાગે એક મોટો લોખંડ ના ગેટ પણ બનાવેલ છે. જેમાં ગામના જાગૃત નાગરિક દ્વારા ગ્રામ પંચાયત તેમજ તાલુકા પંચાયત તેમજ ઉચ્ચ કચેરીએ રજૂઆત કરવા છતાં કોઈ દબાણ દુર થયું નથી જો દબાણકારો દ્વારા દબાણ કરેલ ગૌચર છૂટું કરવામા નહિ આવે તો કોર્ટ નાં દરવાજા ખરખડાવશું તેવી ચીમકી ઉચ્ચારી






