
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
રેલ્લાંવાડા : રેલ્લાંવાડા નજીક પંડવાળા ગામ પાસે ત્રણ રસ્તા નજીક અકસ્માત 1 નું મોત અન્ય 1 ઘાયલ.ઇસરી પોલીસે અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી
દિવાળી તહેવાર વચ્ચે ફરી એક અકસ્માત સર્જાયા ની ઘટના સામે આવી છે અને દિવાળી નો તહેવાર શોકમંદ બન્યો છે. જેમાં 18 તારીખ ના રાત્રીના સમયે ઇસરી પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રેલ્લાંવાડા ગામ પાસે પંડવાળા ગામે ત્રણ રસ્તા નજીક બાઈક ચાલકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ રાત્રીના સમયે રેલ્લાંવાડા ગામે નજીક પંડવાળા ગામે મોટર સાઇકલ નંબર GJ31Q7605 ના અજાણ્યા ચાલકે તેના કબ્જાની મોટર સાઈકલ નંબર GJ31AA6305 ને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો અને ફરિયાદીના દીકરા મૃત્યુ પામનાર જીતેન્દ્રભાઈ જશવંતભાઈ ખરાડી તેમજ ઇજા પામનાર દીપકભાઈ જશવંતભાઈ ખરાડી નાઓ ને શરીરે માથાના તથા મોઢાના તેમજ હાથના ભાગે ઓછા વત્તા તેમજ ગંભીર ઈજાઓ પોહચાડી જીતેન્દ્રભાઈ ને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મોટર સાઇકલ નંબર GJ31Q7605 ની બાઈક પર બેઠેલ અલ્પેશભાઈ કમલેશભાઈ તબિયાડ ઉંમર 21 વર્ષ રહે ગેડ ને શરીર તેમજ માથાના અને મોઢાના અને હાથના ભાગે ઈજાઓ પોહચાડી હતી આમ અકસ્માત દરમિયાન જીતેન્દ્રભાઈ જશવંતભાઈ ખરાડી ઉંમર 28 વર્ષ ગામ ગેડ નાઓનું મોત થયા ઇસરી પોલીસે અજાણ્યા બાઈક ચાલક સામે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી





