ARAVALLIDHANSURAGUJARATMODASA

અરવલ્લી: નડીયાદ-મોડાસા સેક્શનમાંથી રેલ્વેના કોપરના વાયર ચોરીનો ગુનો ઉકેલાયો, ₹ 5.59 લાખના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી: નડીયાદ-મોડાસા સેક્શનમાંથી રેલ્વેના કોપરના વાયર ચોરીનો ગુનો ઉકેલાયો, ₹ 5.59 લાખના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો

અરવલ્લી જિલ્લામાં નડીયાદ-મોડાસા રેલ્વે સેક્શનના બાયડ-ધનસુરા રોડ ઉપરથી ચોરી થયેલા રેલ્વેના કોપરના વાયરનો વણશોધાયેલ ગુનો એલ.સી.બી. અરવલ્લી ટીમે શોધી કાઢ્યો છે. પોલીસે કુલ ₹5,59,100/-ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) તથા અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા અને વણશોધાયેલા કેસોમાં પરિણામલક્ષી કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. તે અનુસંધાને એલ.સી.બી. અરવલ્લી-મોડાસા પોલીસ ઇન્સપેક્ટર એમ.એચ. ઝાલાની આગેવાની હેઠળ ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.તપાસ દરમિયાન બાતમી મળતા પોલીસે લીંભોઈ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી મહિન્દ્રા બોલેરો પીકઅપ (નં. GJ.01.DT.7105) રોકી તપાસ કરી હતી. તપાસમાં અલગ-અલગ થેલીઓમાં ભરેલા કુલ 157 કિલોગ્રામ વજનના જાડા-પાતળા કોપરના વાયર મળી આવ્યા હતા. આરોપીએ પૂછપરછ દરમિયાન સાથીદારો સાથે મળી ધનસુરાથી બાયડ તરફના વિસ્તારમાં ખેતરમાંથી વાયર ચોરી કર્યાનું સ્વીકાર્યું હતું.

પકડાયેલ આરોપી:

રોશનલાલ સુરજમલ ગુર્જર (ઉંમર 50), હાલ સરખેજ રોડ, અમદાવાદ; મૂળ ભિલવાડા (રાજસ્થાન)

🚨 વોન્ટેડ આરોપીઓ:

મીઠુલાલ જોગી – કપાસણ નજીક (રાજસ્થાન)

કાળુ – ચિતોડગઢ (રાજસ્થાન)

રાજુ – નીમેડા, જી. ચિતોડગઢ (રાજસ્થાન)

કબ્જે લેવાયેલ મુદ્દામાલ:

કોપરના કેબલ વાયર – 157 કિ.ગ્રા. (₹47,100/-)

મોબાઈલ ફોન – ₹10,000/- (અંદાજિત)

મહિન્દ્રા બોલેરો પીકઅપ – ₹5,00,000/-

વાયર કાપવાનું કટર – ₹2,000/-

પોલીસે તમામ મુદ્દામાલ કાયદેસરની કાર્યવાહી હેઠળ કબજે લઈ આગળની તપાસ માટે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

Back to top button
error: Content is protected !!