- મહીસાગર જિલ્લામાં વરસાદ થી ક્ષતિગસત થયેલા રસ્તાઓનું કામ પૂરજોશમાં.
*****
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ પર થયેલા નુકસાનને પગલે, લુણાવાડા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં કુલ ૬૮ રસ્તાઓ છે, જેમની કુલ લંબાઈ ૬૦૫.૨૨ કિલોમીટર જેટલી છે. સતત વરસાદને લીધે આ રસ્તાઓની સપાટીને નુકસાન પહોંચ્યું હતું.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વિભાગ દ્વારા વિવિધ રસ્તાઓ પર પેચવર્કનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. જેમાં લુણાવાડા-સંતરામપુર રોડ પર મેન્યુઅલ બીયુએસજી, જ્યારે સંતરામપુર-ડોલી-મોરવા, બાલાસિનોર-દેવ-વિરણીયા, અને ગોલાના પાલ્લા-રાણપુર-આંકલવા પર ડામરના પેચવર્કની કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત, દેવ-પાંડવા-ધોરીડુંગરી પર મેટલ પેચવર્કનું કામ પણ પ્રગતિમાં છે.
આ તમામ સમારકામ ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે, જેથી વાહનચાલકો અને સ્થાનિક લોકોને અવરજવરમાં પડતી મુશ્કેલીઓ દૂર થઈ શકે અને રસ્તાઓ ફરીથી સુચારુ બની શકે.