GUJARATKARJANVADODARA

કરજણ નગર તેમજ તાલુકામાં રાત્રીના ભારે પવન સાથે વરસાદ

કરજણ તાલુકામાં માં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પાડવાના ને કારણે મોટા પ્રમાણમાં નુકસાન

નરેશપરમાર.કરજણ,

કરજણ નગર તેમજ તાલુકામાં રાત્રીના ભારે પવનો સાથે વરસાદ

કરજણ તાલુકામાં માં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ પાડવાના ને કારણે મોટા પ્રમાણમાં નુકસાન

કરજણ નગર તેમજ તાલુકા પંથકમાં ગઈ મોડી રાત્રે અચાનક ભારે પવન સાથે વરસાદે હાહાકાર મચાવ્યો આ અણધાર્યા વરસાદે એક તરફ ઉનાળા ની અસહ્ય ગરમી તેમજ બફારા માંથી લોકો ને રાહત આપી પરંતુ બીજી તરફ અસંખ્ય સમસ્યા પણ ઉભી થઈ હતી વરસાદ ના કારણે નારેશ્વર થી કરજણ તરફ જવાના રોડ પર અનેક વૃક્ષ પડી જવાથી રોડ બોલ્ક થઈ જવા પામ્યો હતો તેમજ ગણી જગ્યા પર પવન ને કારણે વીજપોલ પડી જવાના કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો સગડોળ થી મોટીકોરલ જવાના રોડ પર સગડોળ પાસે એક વડનું વૃક્ષ પડી જવાથી વાહનો ને જવામાં તખલીફ થઈ રહી છે ભારે પવનનો સાથે આવેલા વરસાદે ખેડૂતો માટે મુશ્કેલી ઉભી કરી હતી ભારે પવન સાથે આવેલા વરસાદ ના કારણે કેળ ના પાકને પણ નુકસાન થવા પામ્યું હતું તેમજ કેરી ના પાકને પણ નુકસાન થયું હતું જેના કારણે ખેડૂતો માં નિરાશાનું મોજું ફરી વર્યું હતું આ કમોસમી વરસાદ તેમજ પવન ના કારણે આર્થિક સ્થિતિ પર પણ અસર કરે એવી શક્યતા ઓ છે

Back to top button
error: Content is protected !!