ARAVALLIGUJARATMEGHRAJMODASA

અરવલ્લી જિલ્લામાં વરસાદી માવઠું, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં – મોડાસા, મેઘરજ, ભિલોડા વિસ્તારમાં કમોસમી વરસાદ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં વરસાદી માવઠું, ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં – મોડાસા, મેઘરજ, ભિલોડા વિસ્તારમાં કમોસમી વરસાદ

અરવલ્લી જિલ્લામાં તેમજ ઉતર ગુજરાતમાં હવામાન વિભાગ ધ્વારા 3 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે જેને લઇ વહેલી સવારથી જ જિલ્લામાં વાદળ છાયું વાતાવરણ સર્જાયું હતું અને સાંજના સમયે ભારે પવન ફુંકાયો હતો સાથે રાત્રિના સમયે કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું જેમાં મોડાસા, મેઘરજ , ભિલોડા વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું

મોડાસા: અરવલ્લી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વહેલી સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માવઠું પડતાં ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે.માહિતી મુજબ મેઘરજ તાલુકાના જીતપુર અને રેલ્લાવાડા પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. અચાનક બદલાયેલા વાતાવરણને કારણે કેટલાક વિસ્તારોમાં ઠંડકનો અહેસાસ થયો હતો.ખેડૂતોના કહેવા મુજબ આ માવઠું રબી પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે ઉભા પાકને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.હવામાનમાં આવેલા આ ફેરફારને કારણે સ્થાનિકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. હાલમાં વાતાવરણ વાદળછાયું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Back to top button
error: Content is protected !!