ડાંગ જિલ્લામાં RTI હેઠળ માહિતી ન આપવા મામલે ગાંધીનગરથી માહિતી આયોગે બે તલાટી કમ મંત્રીઓને દંડ ફટકાર્યો.
MADAN VAISHNAVDecember 27, 2024Last Updated: December 27, 2024
4 2 minutes read
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ ડાંગ જિલ્લામાં એક જાગૃત નાગરિક દ્વારા 2013 ના વર્ષમાં માહિતી અધિકાર અધિનિયમ -2005 હેઠળ માહિતી માંગવામાં આવી હતી.જોકે બે તલાટીકમ મંત્રીઓ દ્વારા એક વર્ષ કરતા પણ વધુ સમય વીત્યા બાદ માહિતી આપવામાં આવી હતી.જે બાદ સમગ્ર મામલો ગાંધીનગર માહિતી આયોગમાં પહોંચ્યો અને આ બંને તલાટી કમ મંત્રી સામે કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યો હતો.ડાંગ જિલ્લાના આહવા તાલુકાના નડગખાદી ગામ ખાતે રહેતા બાપુભાઇ એસ. માહલા એ ગત તા.19/09/2023 ના રોજ અરજી કરી( 1).માધુરીબેન એસ. ઠાકરે, તત્કાલીન જાહેર માહિતી અધિકારી અને તલાટી-કમ-મંત્રી શામગહાન ગ્રામ પંચાયત, તા. આહવા, જિ. ડાંગ (હાલ-તલાટી- કમ-મંત્રી, ગ્રુપ ગ્રામ પંચાયત સાકરપાતળ, તા. વઘઈ, જિ. ડાંગ) અને (૨).ધ્રુવેશભાઈ એસ. ચૌધરી, તત્કાલીન જાહેર માહિતી અધિકારી અને તલાટી-કમ-મંત્રી શામગહાન ગ્રામ પંચાયત, તા. આહવા, જિ. ડાંગ (હાલ.તલાટી- કમ-મંત્રી, પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર, બારડોલી) પાસે માહિતી અધિકાર અધિનિયમ – 2005 હેઠળ કેટલીક માહિતી માંગી હતી.જોકે સમયસર માહિતી આપવામાં આવી નહોતી.જે બાદ આહવા તાલુકા વિકાસ અધિકારી પાસે આ અંગે અપીલ પણ કરવામાં આવી હતી,ત્યારે 10 દિવસમાં માહિતી આપવા માટે હુકુમ કરવામાં આવ્યો હતો તેમ છતાં જાહેર માહિતી અધિકારી એવા તલાટી કમ મંત્રી દ્વારા કોઈ જવાબ કે માહિતી આપવામાં આવી નહોતી.જે બાદ આખરે કંટાળીને જાગૃત નાગરિક બાપુભાઈ મહાલા એ ગુજરાત માહિતી આયોગમાં બીજી અપીલ કરી હતી. ત્યારે આ અપીલની સુનાવણીમાં માહિતી આયોગ દ્વારા બંને પક્ષકારોની રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી હતી. તા.19/09/2023ની નમૂનાની અરજી અન્વયે તેઓને તા. 02/12/2024 ના રોજ એક વર્ષ વીતી ગયા બાદ ખૂબ જ વિલંબથી માહિતી પૂરી પાડેલ હોવાનું સ્પષ્ટ જણાઇ આવે છે અને તત્કાલીન જાહેર માહિતી અધિકારીઓ દ્વારા થયેલ આટલા અસહ્ય વિલંબ બાબતે સુનાવણીમાં ઉપસ્થિત જાહેર માહિતી અધિકારીએ તેમજ પ્રથમ અપીલ અધિકારીએ આયોગ સમક્ષ કોઇ સંતોષકારક ખુલાસો કરી શકેલ નહીં. સમગ્ર વિગત દેખીતી રીતે જ તત્કાલીન જાહેર માહિતી અધિકારીઓ દ્વારા માહિતીનો અધિકાર અધિનિયમ-2005ની જોગવાઈઓનું ઉલ્લંઘન થયેલ હોવાનું જણાઈ આવતું હોઈ આયોગને તેઓ પાસેથી કોઈ ખુલાસો મંગાવવો ઉચિત જણાતો નથી, કારણ કે માહિતીનો અધિકાર અધિનિયમ-2005 હેઠળની અરજદારની અરજી અન્વયે એક વર્ષથી પણ વધારાનો વિલંબ થયા બાબતે જો તેઓ કોઇ પણ ખુલાસો આયોગને મોકલે તે પણ આયોગને તે ગ્રાહ્ય નથી.જેથી આયોગ એ 1.માધુરીબેન એસ. ઠાકરે, તત્કાલીન જાહેર માહિતી અધિકારી અને તલાટી-કમ-મંત્રી શામગહાન ગ્રામ પંચાયત, તા. આહવા, જિ. ડાંગ (હાલ-તલાટી- કમ-મંત્રી, ગ્રુપ ગ્રામ પંચાયત સાકરપાતળ, તા. વઘઈ, જિ. ડાંગ)ને 10 હજાર રૂપિયા તથા 2.ધ્રુવેશભાઈ એસ. ચૌધરી, તત્કાલીન જાહેર માહિતી અધિકારી અને તલાટી-કમ-મંત્રી શામગહાન ગ્રામ પંચાયત, તા. આહવા, જિ. ડાંગ (હાલ.તલાટી- કમ-મંત્રી, પંચાયતી રાજ તાલીમ કેન્દ્ર, બારડોલી) ને 25 હજારનો દંડ ફટકાર્યો છે.ડાંગ જિલ્લામાં બેદરકારી દાખવતા બે તલાટીકમ મંત્રીઓને આયોગે દંડ ફટકારી કડક કાર્યવાહી હાથ ધરતા પંચાયત વર્તુળમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો..
Sorry, there was a YouTube error.
MADAN VAISHNAVDecember 27, 2024Last Updated: December 27, 2024