GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જીવનગર પ્રાચીન ગરબીમાં ૪૩ માં વર્ષે લ્હાણી વિતરણ સાથે સમાપન જીવનગર સમિતિ સંસ્કૃતિનું જતન કરે છે…. મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયા

તા.૧૭/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

સેવા-ધર્મનો સમન્વય જીવનનગરમાં જોવા મળે છે. શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ.

મહિલા મંડળનું સન્માન કરવામાં આવ્યું.

ગરબીને ૪૩ વર્ષ પુર્ણ કરતાં બાળાઓને સોનાની ભેટ આપી.

Rajkot: જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, મહાદેવધામ મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે શરદોત્સવની ઉજવણી સાથે ૪૩ મા વર્ષે પ્રાચીન ગરબીનું ભાવપૂર્ણ સમાપન કરવામાં આવ્યું હતું. મુખ્ય લ્હાણીના વિતરણ સાથે સેવા-ધર્મનો સમન્વય જીવનનગરમાં જોવા મળે છે. સંસ્કૃતિનું જતન કામ સમિતિ વર્ષોથી કરે છે. મહિલા મંડળનું ભવ્યાતીત સન્માન કરવામાં આવ્યું હતું.

મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયાએ દિપ પ્રાગ્ટય કરી લ્હાણી વિતરણ કરતાં જણાવ્યું કે વર્તમાન સમયમાં પ્રાચીન ગરબીનો હાર્દ જાળવવો કઠીન કામ છે. સમિતિ સતત ૪૩ વર્ષથી ગરબી યોજી સંસ્કૃતિનું જતનનું કામ કરે છે. તેમણે જયંત પંડયાના નેતૃત્વના ભારોભાર વખાણ કર્યા હતા.

મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવે લ્હાણી વિતરણ કરતાં જણાવ્યું કે સેવા–ધર્મનો સમન્વય જીવનનગરમાં જોવા મળે છે. બાળાઓના રાસ-ગરબા નિહાળી પ્રભાવિત થયા હતા. સુનિતાબેન વ્યાસ, વિનુભાઈ ભટ્ટ, પાર્થ ગોહેલની ઉત્કૃષ્ઠ કામગીરીને બિરદાવી હતી. વોર્ડના મહામંત્રી મેહુલભાઈ નથવાણી, મિડીયાના શ્યામભાઈ ડાભી, છગનભાઈ જાદવએ લ્હાણી વિતરણ સાથે બાળાઓને પ્રોત્સાહિત કરી સમિતિના કાર્યોને બિરદાવેલ.

સમિતિના પ્રમુખ જયંત પંડયાએ ગરબીમાં બાળાઓને લ્હાણી ઉપયોગી થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. કેટલાક વર્ષોથી બાળાઓને સોનાની વસ્તુ આપવામાં આવે છે. રહીશોની એકતાના કારણે સફળતા મળે છે. મહિલા મંડળ ટીમનું નેતૃત્વ યશકલગી ઉમેરે છે. ગરબીના સંચાલક સુનિતાબેન વ્યાસ, નેહાબેન મહેતા, વિનુભાઈ ભટ્ટે શરદોત્સવના રાસ-ગરબા સાથે બાળાઓના વાલીની પ્રશંસા કરી હતી. છેલ્લા ૪૫ દિવસની મહેનતમાં જોડાયેલાઓને આભાર માન્યો હતો.

ગરબીના ૪૩ મી વર્ષના સમાપનમાં જયંત પંડયાના વડપણ હેઠળ ઉપપ્રમુખ મુકેશભાઈ પોપટ, અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, વિનોદરાય ભટ્ટ, પાર્થ ગોહેલ, હસુભાઈ મોડેસરા, અનંતભાઈ ગોહેલ, મહિલા મંડળના શોભનાબેન ભાણવડિયા, ભારતીબેન ગંગદેવ, અલ્કાબેન પંડયા, યોગિતાબેન જોબનપુત્રા, નેહાબેન મહેતા, આશાબેન મજેઠીયા, સુનિતાબેન વ્યાસ, હર્ષાબેન પંડયા, ભકિતબેન ખખ્ખર, જીગીશાબેન રાવલ સહિત રહીશો સફળતાના ભાગીદાર થયા હતા.

Back to top button
error: Content is protected !!