ઈડરની ખાનગી કંપની દ્રારા ખેડુતોને વજનમાં છેતરાતા હોવાની રાવ…!
ઈડરની ખાનગી કંપની દ્રારા ખેડુતોને વજનમાં છેતરાતા હોવાની રાવ…!
કંપની માં ભાજપના મોટાગજાના નેતાની ભાગીદારીનો ફાયદો ઉઠાવાતો હોવાની ચર્ચાઓ…
સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે તાજેતરમાં મગફળીનું વેચાણ કરવાં પહોંચેલા ખેડૂતે થોડાંક વધુ પૈસા મેળવવા જતાં સૌ કિલો કરતા વઘુ વજન ધટ આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મળતી માહિતી મુજબ થોડાક દિવસો અગાઉ ઈડરની ખાનગી કંપનીમાં ઇડર તાલુકાના એક ખેડૂતે થોડાંક ભાવ વઘુ મેળવવા મગફળીનું વેચાણ કર્યું હતું. જોકે સદનસીબે ખેડૂત પાસે મગફળીનો પાક વઘુ હોવાને લીધે પહેલા દીવસે ખાનગી કંપનીમાં મગફળીનું વેચાણ કર્યું હતું જ્યારે ખેડૂતે બીજાં દિવસે ઈડરના માર્કેટ યાર્ડ ખાતે મગફળીનું વેચાણ કરી ખાલી વાહન સહિત બારદાનનું વજન કાંટો કરાવાયો ત્યારે ખાનગી કંપનીમાં કરાવેલ વજન અને માર્કેટયાર્ડ ખાતે કરાવેલ વજનમાં સૌ કિલો કરતા વધુનો તફાવત આવતા ખેડૂતે ખાનગી કંપની સામે વિરોધ નોધાવ્યો હતો. ત્યારે થોડાક વઘુ ભાવો લેવાની લાયમાં ખેડુતોને ખાનગી કંપનીઓ દ્વારા વજનમાં છેતરાતા હોવાની બૂમરાણ વધવા પામી છે ત્યારે ઇડરની એક ખાનગી કંપનીમાં ખેડુતોને વઘુ ભાવ આપી વજનમાં છેતરાતા હોવાની રાવ સાથે સાથે કંપનીમાં ઇડર ભાજપના એક મોટાગજાના નેતાની ભાગીદારી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે ત્યારે ત્રણ થી ચાર મહિના સુધી ખેતરમાં કાળી મજૂરી કરી પાકને પકવતા ખેડૂતો સાથે વેચાણ સમયે થોડાક વઘુ ભાવો આપવાની લાલચ આપી ખેડુતો ને વજનમાં છેતરાતા આવા ખાનગી કંપનીનાં સંચાલકો સામે કિસન સંગ ધ્વારા પણ કઈ નક્કર પગલા ભરવામાં આવે તેમ લોકો ઈચ્છી રહ્યા છે. હાલના સમયે મગફળીની સિજન ચાલી રહી છે ત્યારે માર્કેટ યાર્ડ સહિત ખાનગી કંપનીઓમા મગફળીની પુષ્કળ આવક પણ થઈ રહી છે ત્યારે કેટલાક ખેડૂતોને વઘુ ભાવ આપવાનું કહી વજનમાં ગેરરીતિ થતી હોવાની રાવ ઉઠવા પામી છે. માર્કેટ યાર્ડ છોડી વધુ ભાવોની લાલચમાં ખાનગી કંપનીઓમાં સીધુ વિચાણ કરતા ખેડુતો માટે પણ જાગવાની તાતી જરૂરિયાત છે. અને ખેડુતો માર્કેટ યાર્ડ માં પાકનું વેચાણ કરે તે ખૂબ મહત્વનું બની રહે છે. જેથી ખેડૂતે વજન અને વળતરમાં છેતરાવું ન પડે…..
જયંતિ પરમાર સાબરકાંઠા