MORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના સજનપર ગામ નજીક દેશી હાથ બનાવટી બંદુક સાથે ઈસમ ઝડપાયો

TANKARA:ટંકારાના સજનપર ગામ નજીક દેશી હાથ બનાવટી બંદુક સાથે ઈસમ ઝડપાયો
ટંકારા પોલીસ મથક ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મળેલ ખાનગીરાહે બાતમીને આધારે સજનપર ગામ નજીક પંચાસીયા ગામ જવાના રસ્તેથી આરોપી ધનજીભાઈ દેવાભાઈ ધોળકીયા ઉવ.૬૩ રહે.સજનપરવાળાને પાસ પરવાના કે આધાર વગરના દેશી હાથ બનાવટના તમંચા જેવા હથિયાર કિ.રૂ.૨ હજાર સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં હથિયારધારા તથા જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.






