GUJARATKUTCHMUNDRA

નખત્રાણા-કચ્છ ના રાજેશ દામજીભાઈ પલણની અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ તરીકે વરણી કરાઈ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

નખત્રાણા-કચ્છ ના રાજેશ દામજીભાઈ પલણની અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ તરીકે વરણી કરાઈ

 

 

જગદીશ દવે | દેશલપર (ગુંતલી)

 

નખત્રાણા તાલુકા સહિત કચ્છ જીલ્લા માં વિવિધ સંસ્થાઓ સાથે જોડાઇ સેવાકાર્ય કરતા રાજેશ દામજીભાઈ પલણ જેવોની અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ તરીકે વરણી કરાઈ છે તે બદલ વિવિધ સંસ્થાઓ નાં હોદદરો, સામાજિક આગેવાન સહીત રાજકીય આગેવાનો તરફથી ગૌરવવંતા પદ પર વરણી બદલ સૌ દ્રારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે તેમજ અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પરિવારો તેમજ નખત્રાણા લોહાણા મહાજન દ્વારા સામાજિક ક્ષેત્રે ઉતરોતર પ્રગતિ કરતા રહો એવી શુભકામનાઓ વ્યક્ત કરાઈ રહી છે અંત્રે નોંધનીય છે કે રાજેશભાઇ પલણ દ્રારા સંસ્થાઓના માધ્યમ થી બેરોજગારોને રોજગારીના સાધનો,નિરાધાર વૃધ્ધોને ભોજન, ગંગાસ્વરૂપ બહેનો ને પગભર થવા સિલાઈ મશીન સહીત રોજગારના સાધનો ઉપલબ્ધ કરાય છે તેમજ દિવ્યાંગ ભાઈ બહેનોને જરૂરિયાત મુજબ સાધનો આપવા માં આવે છે તેમજ સમાજ સહીત રાજકીય તેમજ સાર્વજનિક કાર્યક્રમો માં સદાય તન મન ધન થી હર હમેશ તત્પર હોય છે તેમજ આમ લોકોને સ્વાસ્થ્ય બાબતે તંદુરસ્તમય રહે એ માટે આરોગ્ય ના વિવિધ વિસ્તાર માં કેમ્પ કરવા આવે છે તહેવારો દરમિયાન જરૂરિયાતમંદો ને મિઠાઇ સહીત તહેવાર મુજબ વસ્તુઓ આપવામા આવે છે તેવોની આ મહત્વપૂર્ણ સેવાકાર્ય થી એક આગવી લોકચાહના ધરાવતા વ્યક્તિ છે.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508,

ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!