GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં જન્માષ્મીએ યોજાનારા લોકમેળાને આકર્ષક શીર્ષક આપવા નગરજનોને ઇજન: તા. ૦૧/૦૮/૨૦૨૫ સુધી એન્ટ્રી મોકલી શકાશે

તા.૨૨/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

આકર્ષક શીર્ષક આપનારા સ્પર્ધકને પુરસ્કારથી નવાજવામાં આવશે

Rajkot: રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા રેસકોર્સના મેદાનમાં તા. ૧૪થી ૧૮ ઓગસ્ટ દરમિયાન પરંપરાગત લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકમેળાને આકર્ષક શીર્ષક આપવાની પ્રથાને અનુસરતા આ વર્ષે પણ નગરજનો પાસેથી આકર્ષક શીર્ષક મંગાવવામાં આવે છે.

નગરજનોએ રાજકોટના લોકમેળા માટેનું આકર્ષક શીર્ષક તા. ૧ ઓગસ્ટ ૨૦૨૫ના રાત્રે ૨૩.૫૯ કલાક સુધી ઈમેલ lokmelarajkot@gmail.com પર મોકલવાનું રહેશે. શીર્ષક ટૂંકું, આકર્ષક, શિષ્ટ, મનોગમ્ય તથા સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિ, રહેણી-કરણી, લોકજીવનને અનુરૂપ હોવું જોઇએ. દરેક સ્પર્ધક એક જ શીર્ષક સૂચવી શકશે.

ઈમેલમાં લોકમેળાના શીર્ષક સાથે પોતાનું નામ, પૂરું સરનામું, ઉંમર, મોબાઈલ નંબર ખાસ લખવાના રહેશે. સમય મર્યાદા બાદ આવેલા નામોનો સમાવેશ થઈ શકશે નહીં. પ્રાપ્ત થયેલી એન્ટ્રીમાંથી લોકમેળા સમિતિ દ્વારા આખરી શીર્ષક પસંદ કરવામાં આવશે. લોકમેળાના નામની પસંદગી બાબતે લોકમેળા સમિતિનો નિર્ણય આખરી ગણાશે. વિજેતા સ્પર્ધકને યોગ્ય પુરસ્કારથી નવાજવામાં આવશે.

Back to top button
error: Content is protected !!