GUJARATJETPURRAJKOT

Rajkot: ૧૮૧ અભયમ ટીમે માનસિક અસ્વસ્થ મહિલાને પોતાના ઘરે સુરક્ષિત પહોંચાડી

તા.૧૦/૬/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: મહિલા પર થતાં અત્યાચારોને અટકાવવા સરકાર દ્વારા ૧૮૧ અભયમ સેવા કાર્યરત છે. જેમાં મહિલાઓ મુશ્કેલીના સમયમાં સીધો જ સંપર્ક કરીને મદદ મેળવી શકે છે. રાજકોટના આવા જ એક કિસ્સામાં અભયમ ટીમ માનસિક અસ્વસ્થ મહિલાની વ્હારે આવી હતી.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાની માનસિક અસ્વસ્થ મહિલાને મદદરૂપ થવા એક જાગૃત નાગરિકે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક સાધ્યો હતો. ટીમના કાઉન્સેલરશ્રી સુમિતા પરમાર, કોન્સ્ટેબલશ્રી ધારાબેન અને ડ્રાઈવરશ્રી લક્ષ્મણભાઈ તત્કાલ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મહિલાના કાઉન્સિલિંગ દરમિયાન જણાયું કે મહિલા માનસિક રીતે અસ્વસ્થ હતા અને ઘર છોડીને નીકળી ગયા હતા. મહિલાએ પોતાના ઘરનું સરનામું અધૂરું જણાવ્યું હતું. અભયમ ટીમે મહામહેનતે મહિલાનું ઘર ગોતીને પરિવારને સોંપ્યા હતા.

અભયમ ટીમે મહિલાના પરિવારને સઘળી ઘટના અંગે જણાવ્યું અને ટીમે મહિલાના પતિ અને સાસુનું કાઉન્સિલિંગ કરતા તેઓએ જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી મહિલાની માનસિક બીમારીની દવા ચાલુ છે. પરંતુ, તેઓ આ બીમારીની સારવાર નિયમિત કરતા ન હોવાથી સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો નથી. ઉપરાંત, તેણીને ઘરની બહાર એકલા નીકળવા દેતા નથી. તેમના પતિ કામથી બહારગામ ગયા હતા તેવામાં મહિલા ઘરેથી નીકળી ગયા હતા. અભયમ ટીમે મહિલાના પતિને તેમની તબિયત અંગે કાળજી લેવા અને વધુમાં વધુ તેમનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. તેમજ ટીમે મહિલાને એકલા બહાર ન જવા જણાવ્યું હતું. આમ,અભયમ ટીમે મહિલાને પોતાના પરિવાર પાસે સુરક્ષિત પહોંચાડી હતી.

Back to top button
error: Content is protected !!