
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા : ચારણવાડા ગામ પાસે ઓવરહેડ ટાંકી માંથી જતા પાઈપલાઈનમાં ભંગાણ, ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીનો વેડફાટ
મોડાસા તાલુકાના ચારણવાડા ઓવરહેડ ટાંકી માં થી જતા હજારો લિટર પાણીનો વેડ ફાટ..? ઉનાળાની કાળઝાળ ગરમી મા લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે ત્યારે ચારણવાડા ગામ માં સાબરકાંઠા અરવલ્લી નર્મદા sk 2 અંતર્ગત આજુબાજુના ગામ ખુમાપુર ભચડિયા, વાઘોડિયા ,બાકરોલ રખ્યાલ ,માલવણ જતી પાઇપલાઇન ના કામમાં બેદરકારીના લીધે હજારો લીટર પાણીનો વેડફાટ છેલ્લા એક અઠવાડિયા થી થઈ રહ્યો હોય તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. માત્ર કાગળ ઉપર દર્શાવતી કામગીરી કેવી હોય તે તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પાણી પુરવઠા વિભાગ સામે અનેક સવાલો ઉભા થયા છે. સરકારની નલ સે જલ યોજના લોકો માટે કેટલી સાર્થક છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.બીજી બાજુ પાઇપ લાઈનમાં થયેલ ભંગાણ સત્વરે રીપરિંગ કરવામાં આવે તે ખુબ જરૂરી છે





