તા.૧૪/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
પ.પૂ.મહંતસ્વામીમહારાજનારાજકોટમાં૨૬દિવસના રોકાણ દરમિયાન યોજાશે અનેકવિધ સંસ્કૃતિકકાર્યક્રમોની સરવાણી – રવિવારે યોજાશે સ્વાગત દિન
બીએપીએસસ્વામિનારાયણ સંસ્થાના ગુરુદેવ પરમ પૂજ્ય મહંતસ્વામીમહારાજનુંબીએપીએસસ્વામિનારાયણ મંદિર રાજકોટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
Rajkot: અમેરિકાના ન્યુજર્સી, રોબિનસવિલ અક્ષરધામ મહામંદિર અને અબુધાબીનાબીએપીએસહિન્દુમંદિરના નિર્માતા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ રાજકોટનેઆંગણેપધારતા રાજકોટની ધર્મ પ્રેમી જનતામાં હર્ષનો માહોલ છવાયો હતો.તેઓના આગમન નિમિત્તે સમગ્ર સ્વામિનારાયણમંદિરને રંગબેરંગી સુશોભનથીશણગારાયું હતું. બાળકોએ નૃત્ય દ્વારા તેમજ યુવાનોએ ઢોલ નગારા સાથે પરમ પૂજ્ય સ્વામીશ્રીનેવધાવ્યા હતા. મહિલા ભક્તોએમંદિરનેરંગોળીઓ દ્વારા સુશોભિત કરી ગુરુહરિનેવધાવ્યા હતા.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનાઆગમનને વિશેષ ભક્તિથી વધાવવા રાજકોટના હજારો પુરુષ – મહિલા હરિભક્તો છેલ્લા ૧૦૮ દિવસથી ભજન, વાંચન, મુખપાઠ, ઉપવાસ,ઘરસભા, સેવા વગેરે વિવિધ ભક્તિયજ્ઞોમાં જોડાયા હતાં.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના રાજકોટ આગમન ઉપક્રમે ૫૦૦ થી વધુ પુરુષ તેમજ મહિલા હરિભક્તોએ વ્રત,તપ,ઉપવાસ કરીને ગુરુભક્તિ અદા કરી હતી જેમાં ૪૫ હરિભકતોએનિર્જળા ઉપવાસ, ૧૫૭ હરિભક્તોએ ૫ દિવસનાસર્જાળા ઉપવાસ, ૨૮૭ હરિભક્તોએ ૧૧ દિવસનાલીક્વીડ ઉપવાસ કરી ગુરુભક્તિ અદા કરી હતી.
ઉલ્લેખનીય છે કે પરમ પૂજ્ય મહંતસ્વામીમહારાજનારાજકોટમાં૨૬દિવસના ધર્મ પ્રવાસ દરમિયાન નિયત દિવસોમાં સવારે ૬ થી ૮ કલાક દરમિયાન તેઓની પ્રાતઃપૂજા દર્શન તેમજ સાંજે ૫:૩૦ થી ૮ દરમિયાન સંધ્યાસભામાં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે સાથે તેઓના આશીર્વાદનો પણ લાભ પ્રાપ્ત થશે. આગામી તા.૧૬ જૂન,રવિવારના રોજ પ્રમુખસ્વામીસભાગૃહમાં સાંજે ૫:૩૦ થી ૮:૦૦ દરમિયાન ‘સ્વાગત દિન’ ઉજવાશે.






