તા.૬/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: અત્યારે પૃથ્વીનું તાપમાન સતત વધી રહ્યું છે ત્યારે વૃક્ષો વાવીને ગ્રીન કવર વધારવું એ સમયની માગ છે. જેને ધ્યાનમાં રાખીને પાંચમી જૂન, વિશ્વ પર્યાવરણ દિવસે વિવિધ સ્થળોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી પ્રાંત અધિકારીશ્રી ગ્રીષ્માબેન રાઠવાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જિલ્લાના મોટી લાખાવાડ ગામે રિલાયન્સ ફાઉન્ડેશન તથા સુખનાથ ટ્રસ્ટ દ્વારા લોક ભાગીદારીથી તૈયાર કરવામાં આવેલા ગ્રામવનની એક હેક્ટર જમીનમાં આશરે ૨૨ હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ સાથે વધુ વૃક્ષો વાવીને તથા વૃક્ષોનો ઉછેર કરીને પૃથ્વીને હરિયાળી બનાવવામાં સહભાગિતા વધારવાની નેમ વ્યક્ત કરાઈ હતી.





