તા.૭/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રાજકોટ જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટરશ્રી દિક્ષિત પટેલના માર્ગદર્શન હેઠળ સક્ષમ શાળા- એપ્લિકેશન અને તેની માર્ગદર્શિકા અંગે ક્વોલીટી એજ્યુકેશન અને મોનીટરીંગ કો-ઓર્ડીનેટરશ્રી સોનલબેન દવે દ્વારા તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાના ૧૦૧ સી.આર.સી. કો- ઓર્ડીનેટર, ટી.આર.સી., અને ૧૧ બી.આર.સી. કો-ઓર્ડીનેટર સામેલ થયા હતા.
આ તાલીમ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઢેબર રોડ, રાજકોટ ખાતે ૬ અને ૭ જૂન દરમિયાન યોજાઇ હતી,સમગ્ર શિક્ષા કાર્યક્રમ શાળાઓમાં ઉત્તમ અને સર્વગ્રાહી શિક્ષણ પૂરું પાડવા માટે સતત કાર્યરત છે. જેને વધુ પ્રભાવશાળી અને જવાબદાર બનાવવા માટે સમગ્ર શિક્ષા, ગુજરાત દ્વારા “સક્ષમ શાળા કાર્યક્રમ” તૈયાર કરવામાં આવેલ છે. સ્વચ્છતા, હરિયાળી, સુરક્ષા અને સમાવેશ જેવા ચાર મુખ્ય ઘટકોને ધ્યાનમાં રાખીને શાળામાં સ્થિતિસ્થાપકતાનું નિર્માણ કરવા અને ઇકોસિસ્ટમ પ્રત્યેની જવાબદારીથી શાળાઓને અવગત કરાવી બાળકોને સ્વચ્છ, સ્વસ્થ અને સલામત વાતાવરણ પૂરું પાડવા માટે યુનિસેફના સહયોગથી સક્ષમ શાળા- એપ્લિકેશન અને તેની માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે, તેમ જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટરશ્રી દિક્ષિત પટેલની યાદીમાં જણાવાયું છે.





