તા.૬/૬/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા ગત તા. ૫ જૂન – ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ ૧૯૭૨ માં કરવામાં આવી હતી. જેનો આશય જનમાનસમાં પર્યાવરણ અંગે જાગૃતિ વધે અને લોકો પર્યાવરણની સુરક્ષા કાર્યમાં સહભાગી બને તેવો છે.
રિજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા આ પ્રસંગે ઇકોફ્રેન્ડલી પ્રોડક્ટસનું એક્ઝિબિશન રાખવામાં આવ્યું હતું, જેમાં મીટ્ટીકુલ કંપની દ્વારા માટીના વિવિધ વાસણો, વાસુ ઇકો ફ્રેન્ડલી કંપની દ્વારા પેપરમાંથી બનાવેલ ડિસ્પોઝેબલ વસ્તુઓ, સંતૃપ્ત આહાર દ્વારા હેલ્ધી ફૂડ, વ્હીટસ ઓફ ગ્રીન દ્વારા પ્લાન્ટ બેઝ્ડ મિલ્ક પ્રોડક્ટ્સ , પંચગવ્ય હર્બલ પ્રોડક્શન દ્વારા આયુર્વેદિક વસ્તુઓ માથી ધૂપ-દીપ, 9R વેસ્ટેક કંપની દ્વારા વાંસમાંથી બનાવેલ બ્રશ,દાંતિયા જેવા ઈકો ફ્રેન્ડલી ઉત્પાદનોનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે યોજાયેલ ઓપન સ્ટેજ પર્ફોમન્સ કાર્યક્રમ અંતર્ગત કવિ સંમેલન યોજાયું હતું, જેમાં આવેલ, જેમાં ડૉ સુમિત એમ. વ્યાસ, ઓમ દીપકુમાર, ખુશી દાફડા, ડૉ મીના જેઠવા, સોમદીપકુમાર વગેરે લોકોએ પર્યાવરણ પર કવિતા રજુ કરી હતી.
ફેન્સી ડ્રેસ શો અને ડાન્સમાં, શુભ રાઠોડ, નૈત્રી મહેતા, મોક્ષા વોરા,વ્યોમ શુક્લા જેવા નાના ભૂલકાઓએ પર્યાવરણને પ્રદર્શિત કરતા ડ્રેસનું નિદર્શન અને ડાન્સ રજુ કરેલ હતા.
ગાયન સ્પર્ધામાં ઓમદીપ કુમાર, મન આલાપ નિર્મલ,ભરતી ભટ્ટએ પર્યાવરણ પર ગીત ગાઈને લોકોને પર્યાવરણનો સંદેશો આપ્યો હતો. બાળકોની કલ્પનાનું પર્યાવરણનું ચિત્ર પણ દોરવામાં આવ્યું હતું જેમાં ઓમદીપ કુમાર, ખુશી દાફડા, સેજલ કન્જારીયા, સોમદીપકુમાર, પરી પટેલ, અનવી કાપડિયા, જયરાજ ભાનુંસાળી, આરવ કંદ્પાલ, મોક્ષ વોરાએ ભાગ લઇ રીજીયોનલ સાયન્સ સેન્ટર રાજકોટ દ્વારા વિવિધ કલાઓ થકી લોકો સુધી પર્યાવરણના જતનનો સંદેશ રજુ કર્યો હતો.
આ ઉપરાંત સેન્ટરની મુલાકાતે આવનાર દરેક મુલાકાતીઓને ‘ચાલો વૃક્ષ રોપીએ’ પહેલ હેઠળ વૃક્ષોના બીજનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુલાકાતીઓ માટે ફ્લાવર મેકિંગ ફ્રોમ પ્લાસ્ટિક બોટલ એન્ડ બેગ, અને પોટ ઓફ લાઇફ જેવી પર્યાવરણલક્ષી પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી.





