GUJARATLODHIKARAJKOT

Rajkot: લોધિકામાં આઇ.ટી.આઇ. પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની માનદ સેવાઓ માટે અરજી કરવા સૂચના

તા.૧૨/૧૦/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજકોટ જીલ્લાની ઔદ્યોગિક તાલીમ સંસ્થા, લોધિકા ખાતે ચાલતા (૧)ગારમેંટ ગ્રુપ અને (૨) બ્યુટી કલ્ચર અને હેર ડ્રેસીંગ ગ્રુપના NCVT/GCVT ના જુદા જુદા વ્યવસાયોમાં સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની નિયમિત જગ્યાઓ ન ભરાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા રૂપે પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર (મુલાકાતી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટર)ની માનદ સેવાઓ માટે રસ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. એક પીરીયડ દીઠ રૂ.૯૦/- લેખે મહતમ દૈનિક પીરીયડ ૦૬ કલાક લેખે મહત્તમ દૈનિક વેતન રૂ.૫૪૦/- નાં દરે માસિક રૂ.૧૪૦૪૦/- થી વધુ નહિ તે રીતે માનદ વેતન ચુકવવામાં આવશે .ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત,અનુભવ, સંપર્ક નંબર સાથેની વિગતવાર અરજી તથા તમામ આધારભૂત પુરાવાઓ રજુ કરવાના રહેશે.લાયકાતના ધોરણો NCVT/GCVT દવારા નિયત થયેલ જે તે ટ્રેડના સિલેબસ મુજબ તથા ખાતાના પ્રવર્તમાન ભરતી નિયમો મુજબ રહેશે. ITS પાસ ઉમેદવારોને મેરીટમાં પ્રાધાન્ય આપવામાં આવશે.

પ્રવાસી સુપરવાઈઝર ઇન્સ્ટ્રક્ટરની અરજીનો નમુનો સંસ્થા ખાતેથી મળી શકશે. જરૂરી પ્રમાણપત્રો સેલ્ફ એટેસ્ટેડ કરી સાથે બિડાણ કરવાના રહેશે. કોઇ પણ જગ્યાઓ રદ કરવાનો અબાધીત હક આચાર્યશ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા- લોધિકાને રહેશે.

ઉમેદવાર અનુરૂપ શાખામાં ડીગ્રી અને ડીગ્રી બાદનો ૦૧ વર્ષનો અનુભવ અથવા ડીપ્લોમાં અને ડીપ્લોમાં બાદનો ૦૨ વર્ષનો અનુભવ અથવા NTC/NAC બાદનો ૦૩ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ. દિન-૧૦માં અરજી રૂબરૂ અથવા ટપાલ અથવા રજી.એ.ડી.થી અરજી આચાર્યશ્રીની કચેરી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, લોધિકા ચિત્રા ચોકડી પાસે, મુ.ખીરસરા તા.લોધિકા જ.રાજકોટ પીન નં-૩૬૦૦૨૧ E-mail id [email protected] પહોચાડવા આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, લોધીકાની યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!