GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લાના ૧ લાખ ૨૩ હજાર ઉજજવ લાલાભાર્થીઓને ૧ ગેસ સિલિન્ડર રીફીલિંગનો લાભ મળશે

તા.૧૨/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં ગેસ એજન્સી એસોસિએશનની બેઠક યોજાઈ

Rajkot: રાજકોટ કલેકટર કચેરી ખાતે જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં ગેસ એજન્સી એસોસિયેશનના પ્રમુખ તેમજ રાજકોટ ખાતેના ઓ.એમ.સી જેમકે આઇ.ઓ.સી.એલ, બી.પી.સી.એલના અધિકારીઓ સાથે પ્રધાનમંત્રી ઉજજ્વલા યોજના અંગેની ઓક્ટોબર ૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૪ના બીજા ક્વાર્ટરમાં મળવાપાત્ર વિનામૂલ્યે એક ગેસ સિલિન્ડર રિફિલિંગના લાભ આપવાની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

બેઠકમાં વર્ષ ૨૦૨૪માં એપ્રિલ થી જુન દરમિયાનના પ્રથમ ક્વાર્ટરમાં રાજકોટ જિલ્લાના ૧,૩૨,૩૦૪ લાભાર્થીઓને ફ્રી ગેસ રીફીલિંગની સુવિધા આપવામાં આવી છે તથા ઓક્ટોબર થી ડિસેમ્બરના બીજા ક્વાર્ટરના ફ્રી રીફીલિંગની સુવિધામાં રાજકોટ જિલ્લાના ૧,૨૩,૬૧૮ લાભાર્થીઓ પાત્રતા ધરાવે છે. જેમને ચાલુ માસ દરમિયાન સમયમર્યાદામાં લાભ મળી રહે તે માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીએ તાકીદ કરી હતી.

Back to top button
error: Content is protected !!