પાલનપુર ની રાજીબા કન્યા વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઈ

1 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુરની આર.કે પટેલ ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય અને કે.વી.પટેલ કન્યા પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. 150 જેટલી વિવિધ વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરાઈ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસમાં રાજીબા કન્યા સંકુલ માં 300 જેટલી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા 150 જેટલી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ તમામ કૃતિઓ બનાવવા માટે શાળાના સાયન્સ શિક્ષકોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જે તમામ કૃતિઓ આજરોજ ખુલ્લી મુકવામાં આવી હતી. વિજ્ઞાન દિવસ નિમિત્તે રજુ કરેલ કૃતિઓ નિહાળવા રાજીબા શાળાની વિદ્યાર્થીની સહિત આજુબાજુની શાળાઓ તેમજ કોલેજની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી તમામ કૃતિઓ નિહાળી હતી, અને આ કૃતિઓ વિશે માહિતી મેળવી હતી.આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ તરીકે બનાસકાંઠા સાર્વજનિક કેળવણી ટ્રસ્ટના શિક્ષણ સમિતિના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સાયન્સ વિભાગના ડીન ડૉ આર.જે. પાઠક, શિક્ષણ વિભાગના નિરીક્ષક ચેતનભાઇ પટેલ, માંકડી શાળાના આચાર્ય ડૉ રાકેશભાઈ પ્રજાપતિ ,ટ્રસ્ટના મંત્રી ઉજમભાઈ પટેલ, ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય શારદાબેન પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય પ્રતાપભાઈ હીરગર, નિયામક એ.કે.પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના બનાસકાંઠાના મહિલા ચેરપર્સન સુનિતાબેન પટેલ, નગરપાલિકાના કોર્પોરેટર સુનીતાબેન પટેલ, ઉમિયા શક્તિ મંડળના લક્ષ્મીપુરા ના પ્રમુખ અશોકભાઈ પટેલ, તથા કારોબારી સભ્યો અને વાલી મંડળના સભ્યો તેમ જ વિદ્યાર્થીનીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.



