GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લામાં તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ૫૯ પ્રશ્નોનો થયો સ્થળ પર નિકાલ

તા.૨૫/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ પેન્શન સહિતની સહાય સ્થળ પર જ મંજૂર

Rajkot: પ્રજાના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ લાવવા અને તેઓને લોકાભિમુખ પ્રશાસનની પ્રતીતિ કરાવવાના ઉ્દેશ્યથી શરૂ કરાયેલો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અસરકારક બની રહ્યો છે. રાજકોટ જિલ્લામાં તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪મી જુલાઈએ યોજાયા હતા.

પ્રાંત અધિકારીશ્રીઓ તથા મામલતદારશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા તાલુકા કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં કુલ મળીને ૭૩ પ્રશ્નો રજૂ થયા હતા. જેમાંથી ૫૯ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ લાવી દેવાયો હતો. જ્યારે ૧૪ પ્રશ્નો નિકાલ અર્થે ગતિમાં છે.

તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય, નિરાધાર વૃદ્ધ પેન્શન સહાય સહિતના પ્રશ્નો રજૂ થતાં, પ્રાંત અધિકારીશ્રીઓ તથા મામલતદારશ્રીઓ દ્વારા પુરાવા ચકાસણી કરીને, સહાય મંજૂર કરીને પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરી દેવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!