GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ૬૮મી અખિલ ભારતીય શાળાકીય રમતોમાં ભાઇઓ માટેની જિલ્લા કક્ષાની તરણ સ્પર્ધા યોજાઈ

તા.૨૨/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અં.૧૪,૧૭,૧૯મા વિવિધ સ્ટાઈલમાં ૧૫૦થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો

Rajkot: સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી રાજકોટ દ્વારા સંચાલિત SGFI ૬૮મી શાળાકીય રમતોમાં સરદાર પટેલ સ્નાનાગાર, કોઠારીયા મેઈન રોડ, રાજકોટ ખાતે જિલ્લા કક્ષાની ભાઈઓ માટેની તરણ સ્પર્ધા યોજાઈ હતી.

આ સ્પર્ધામાં અં. ૧૪, ૧૭ અને ૧૯મા ૧૫૦થી વધુ સ્પર્ધક તરુણોએ ૫૦મી., ૧૦૦મી., ૨૦૦મી., ૪૦૦મી., ૮૦૦મી.અને ૧૫૦૦ મીટરમા ફ્રી સ્ટાઈલ, બેક સ્ટ્રોક,બ્રેસ્ટ સ્ટ્રોક, બટરફલાય સ્ટ્રોક, ઈન્ડીવિઝ્યુઅલ મેડલે પ્રકારની તરણ સ્પર્ધાઓમા ભાગ લીધો હતો. આ સ્પર્ધાઓમાં પ્રથમ અને દ્રિતીય સ્થાન પ્રાપ્ત કરનાર અંડર ૧૪ના ૭, અંડર-૧૭ના ૭ અને અંડર-૧૯ના ૨ સ્પર્ધકો રાજયકક્ષાની શાળાકીય રમતોની સ્પર્ધામાં ભાગ લેશે.

 

Back to top button
error: Content is protected !!