GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ૬૯-રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના ૩૧૦ મતદાન મથકો માટે ઈ.વી.એમ.ની કરાઈ સોંપણી

તા.૬/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીએ સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું

ગરમી સામે રક્ષણ આપવા પોલિંગ સ્ટાફ માટે છાશ કેન્દ્ર રખાયુંમ, તદાન મથક જવા એ.સી. ગાડીઓ

Rajkot: ૧૦-રાજકોટ સંસદીય મત વિસ્તારમાં લોકસભાની ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં યોજવા માટે આજે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં મતદાન મથકો માટે ઈ.વી.એમ. (ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન)ની સોંપણી તથા તેને મતદાન મથકો સુધી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી. જે અંતર્ગત ૬૯-રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના ૩૧૦ મતદાન મથકો માટે એ.આર.ઓ. કુ. નિશા ચૌધરીના નેતૃત્વમાં મતદાન મથકોના પોલિંગ સ્ટાફને ઈ.વી.એમ.ની સોંપણી કરવામાં આવી હતી.

૬૯-રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં ૨૯ ઝોનલ રૂટના ૩૧૦ મતદાન મથકો માટે નિયુક્ત થયેલા ચૂંટણી ફરજ પરના કર્મચારી-અધિકારીઓ આજે સવારથી જ, ટાગોર રોડ પર આવેલા હાઈસ્કૂલ ખાતેના ઈ.વી.એમ. ડીસ્પેચ સેન્ટર પર પહોંચ્યા હતા. અહીં તેઓને ચૂંટણીલક્ષી સાહિત્ય તેમજ ઈ.વી.એમ.ની સોંપણી કરવામાં આવી હતી. ગરમીને ધ્યાનમાં રાખીને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની સૂચના મુજબ, અહીં પોલિંગ સ્ટાફ માટે ખાસ છાશ કેન્દ્ર રાખવામાં આવ્યું હતું. ઉપરાંત દૂરના મતદાન મથકો સુધી પહોંચવા માટે એ.સી. ગાડીઓની વ્યવસ્થા રાખવામાં આવી હોવાનું પશ્ચિમ મામલતદાર શ્રી એમ.ડી. શુક્લએ જણાવ્યું હતું.

આ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશી તપાસ માટે અહીં પહોંચ્યા હતા. સમગ્ર કામગીરી સુચારૂ તથા સુવ્યવસ્થિત રીતે થઈ રહી હોવાની તેમણે ખાતરી કરી હતી. આ સાથે તેમણે મતદાન મથકોના સ્ટાફ સાથે વાતચીત કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો અને તેઓની ચૂંટણી ફરજનિષ્ઠાને બિરદાવી હતી.

આ તકે અહીં ઈમરજન્સીમાં મેડિકલની સ્થિતિને પહોંચી વળવા માટે એમ્બ્યુલન્સ તેમજ કર્મચારીઓની આરોગ્ય તપાસ માટે દવાઓ, ઓ.આર.એસ. સાથેના આરોગ્ય બુથ ઉપરાંત ફાયર બ્રિગેડ તેમજ સુરક્ષા માટે હથિયારધારી પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!