GUJARATJETPURRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ૭૪-જેતપુર ખાતે ચુનાવી પાઠશાળા દ્વારા મતદારોને મતદાન કરવા પ્રેરિત કરાયા

તા.૨૮/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

નવતર પ્રયાસ “વોટ જંકશન”, નાટકો, સહી ઝુંબેશ દ્વારા “અચૂક મતદાન”નો સંદેશો પ્રસારિત કરાયો

Rajkot: આગામી લોકસભા ચૂંટણી-૨૦૨૪ અનુસંધાને તા.૭ મે ૨૦૨૪ના રોજ ગુજરાત રાજ્યમાં મતદાન યોજાનાર છે. આ ચૂંટણીમાં મહિલા મતદારોની પણ સમાન સહભાગીતા નોંધાય તે માટે આજરોજ ૭૪-જેતપુર વિધાનસભા મત વિસ્તાર ખાતે ગત વિધાનસભામાં પુરુષ મતદાર કરતા સ્ત્રી મતદારનું ઓછું મતદાન થયેલ હોય તથા ૫૦%થી ઓછું મતદાન થયું હોય તેવા વિસ્તારમા, ચુનાવ પાઠશાળા યોજી મતદારોને મતદાન કરવા પ્રેરિત કરી, મતદાન વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મતદારોને મતદાનની ફરજ અને અધિકાર વિશે જાગૃત કરીને વધુમાં વધુ મતદાન કરવા સમજૂત કરવામાં આવ્યા હતા. આ સાથે જ જિલ્લામાં વિવિધ સ્થળોએ સહી ઝુંબેશ અને નાટક દ્વારા મતદારોને મતના મહત્વથી અવગત કરવામાં આવ્યા હતા. વળી “રાજકોટ વોટ જંકશન” નામક નવતર પ્રયાસ હાથ ધરી લોકોને વિધાનસભાની બેઠક અનુસારના જંકશન બોર્ડ આપી અમ્યુઝમેન્ટ પાર્કમાં બાળકો સાથે આવેલ માતાઓને તથા વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ વગેરેને મતદાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૦- રાજકોટ સંસદીય મતવિસ્તારના વધુ ને વધુ મતદારો મતદાન કરવા બૂથ પર પણ આવે તે માટે સ્વીપ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમ અધિક કલેક્ટર તથા સ્વીપના નોડલ અધિકારી શ્રી જીજ્ઞાસાબેન ગઢવીની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!