Rajkot: A.I.C.T.E. તથા M.I.C. દ્વારા ‘નવીનતા, ડિઝાઈન અને ઉદ્યોગસાહસિકતા’ વિષય પરના રાષ્ટ્રીય બૂટકેમ્પનો પ્રારંભ

તા.૧૭/૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
દેશભરના વિવિધ શહેરોમાંથી અનેક વિદ્યાર્થીઓ જોડાયા
Rajkot: એ.આઈ.સી.ટી.ઈ. તથા એમ.આઈ.સી.ના સંયુક્ત ઉપક્રમે ‘‘નવીનતા, ડિઝાઈન તથા ઉદ્યોગસાહસિકતા’’ વિષય પર રાષ્ટ્રીય બૂટકેમ્પના બીજા તબક્કાનું આયોજન રાજકોટની આર.કે. યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું છે. જેના ઉદઘાટન સમારોહમાં એ.એઈ.સી.ટી.ઈ.ના અધ્યક્ષ પ્રૉ. ટી.જી. સીતારામ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી તુષાર સુમેરા તથા રોકડ ગ્રૂપના સી.ઈ.ઓ. અમિત રોકડ ઉપસ્થિત રહ્યા હતા.
આગામી ૨૧મી સુધી આ બૂટકેમ્પ ચાલશે. જેમાં દેશના ૧૦ રાજ્યોના ૧૭ જેટલા શહેરોમાંથી ૨૩૦થી વધુ વિદ્યાર્થીઓ સામેલ થશે. રાષ્ટ્રીય સ્તરના આ બૂટકેમ્પમાં ડિઝાઈન થિકિંગ અને ઈનોવેશન, ગ્રાહક શોધ અને મૂલ્ય પ્રસ્તાવ વિકાસ, વ્યાવસાયિક મોડેલ અને ફાઈનાન્સિયલ પ્લાનિંગ, ઈન્ક્યુબેટર વિઝિટ અને પ્રોટોટાઈપ ડેવલપમેન્ટ, સ્ટાર્ટઅપ ફન્ડિંગ અને ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટસ્ વગેરે વિશે વિદ્યાર્થીઓને મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. આ બૂટકેમ્પ ઉદ્યોગસાહસિકતા અને ટેક્નોલોજી સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તકો ઊભી કરશે.





