GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે લોન મેળો યોજાયો

તા.૧/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

લોનની પ્રક્રિયા અંગે માર્ગદર્શન અપાયું : વ્યાજખોરોથી દૂર રહેવા પોલીસનો અનુરોધ

Rajkot: રાજકોટ શહેરમાં આવેલા પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે વિવિધ બેંકોના સહયોગથી જનતાને વ્યાજખોરોના ત્રાસથી બચાવવાના હેતુસર લોન મેળો યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજકોટ ડીસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક લિમિટેડ (આર.ડી.સી.)ના ડેપ્યુટી મેનેજરશ્રી સી. જી. કાલરીયા, એક્ઝીસ બેંકના શ્રી દિવ્યેશભાઈ બુશા તથા આઇ.સી.આઇ.સી. બેંકના આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજરશ્રી અભિરાજસિંહ જાડેજા દ્વારા સરકારી યોજના અંતર્ગત લોન મેળવવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં આશરે ૧૩૦ જેટલા લોકોએ ભાગ લીધેલો હતો. જરૂરિયાતમંદ લોકોએ લોન માટેના ફોર્મ પણ ભરેલા હતા. ઉલ્લેખનીય છે કે આ તકે પોલીસ અધિકારીઓએ લોકોને વ્યાજખોરોથી દૂર રહેવા તથા લોકો વ્યાજખોરીનો ભોગ બનેલા હોય તો તાત્કાલિક પોલીસ સ્ટેશનને જાણ કરવા તેમજ લોનની જરૂરિયાત હોય તો નજીકની બેંકનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો, તેમ પ્રદ્યુમનનગર પોલીસ મથકની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!