GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મુખ્યમંત્રીશ્રીના રાજકોટ ખાતે યોજાનારા ખેલ મહાકુંભના રાજ્યવ્યાપી શુભારંભના સંભવિત કાર્યક્રમના આયોજન અંગે યોજાયેલી બેઠક

તા.૩૦/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

બેઠક વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્મો તેમજ ખેલાડીઓના આવાગમન સહિતની વ્યવસ્થાની તંત્ર દ્વારા તડામાર તૈયારી

જાહેર જનતા, સ્પોર્ટસ એસોસીએશન્સ તથા ખેલાડીઓને સામેલ થવા કલેકટરશ્રીનો અનુરોધ

Rajkot: રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં આગામી ચાર જાન્યુઆરીએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના રાજકોટ ખાતે યોજાનારા ખેલ મહાકુંભના રાજ્યવ્યાપી શુભારંભનાના સંભવિત કાર્યક્રમના આયોજન અંગેની મીટીંગ યોજાઇ હતી.

કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ સાથે સંબંધિત તમામ સરકારી વિભાગોના અધિકારીઓને સમગ્ર કાર્યક્રમનું ચુસ્ત અને સુચારુ આયોજન કરવા માટે અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં

કલેકટરશ્રીએ કાર્યક્રમમાં સ્ટેજ, બેઠક વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્મો તેમજ ખેલાડીઓના આવાગમન સહિતની વ્યવસ્થાની તંત્ર દ્વારા કરાઇ રહેલી તૈયારીઓની વિગતો મેળવી હતી. અને આ કાર્યક્રમને સફળ બનાવવા જાહેર જનતા, સ્પોર્ટસ એસોસીએશન્સ તથા ખેલાડીઓને અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમ દરમિયાન પીવાનું પાણી, ટ્રાન્સપોર્ટેશન, સફાઈ, લેસર શો, વગેરે અંગે આ બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કલેકટરશ્રીએ દિવ્યાંગો માટે અનુકૂળ બેઠક વ્યવસ્થા ગોઠવવા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રાજ્યનું નામ રોશન કરનારા ખેલાડીઓનું બહુમાન કરવા અને મહત્તમ નાગરિકો આ કાર્યક્રમમાં સામેલ થાય તેવી વ્યવસ્થા કરવા પર ભાર મૂક્યો હતો.

નિવાસી અધિક કલેકટર શ્રી આલોક ગૌતમે સંલગ્ન તમામ સરકારી વિભાગોના અધિકારીઓ પાસેથી જરૂરી વિગતો મેળવી હતી. જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી રમા મદ્રા અને શ્રી વી. પી. જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાંથી ખેલ મહાકુંભની સ્પર્ધાઓ માટે પોણા ત્રણ લાખથી વધુ નાગરિકોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે, અને આ કાર્યક્રમમાં જાણીતા ગાયક કલાકાર ઐશ્વર્યા મજમુદાર તથા આર.જે. આભા ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમને રંગા રંગ બનાવશે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હણે, ડી.સી.પી. શ્રી જગદીશ બંગારવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એ કે વસ્તાણી, નાયબ કલેક્ટર શ્રી દિલીપસિંહ વાળા અને શ્રી ઈશિતા મેર, પ્રાંત અધિકારીશ્રી પ્રિયંક ગલચર, શ્રી ચાંદની પરમાર અને શ્રી મહેક જૈન,જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રાજેશ્રી વંગવાણી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રી કેતન ખપેડ, મારવાડી-આત્મીય-આર.કે. યુનિવર્સિટીના પ્રતિનિધિઓ, જીનિયસ શૈક્ષણિક સંકુલના ચેરમેન શ્રી ડી.વી.મહેતા, સ્કાઉટ ગાઇડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, તથા સંબંધિત તમામ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!