BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચમાં આંખના પલકારામાં મોબાઈલ ચોરી, CCTV: શક્તિનાથ શાકમાર્કેટમાં મહિલાની નજર ચૂકવી યુવક મોબાઇલ લઈને ફરાર

સમીર પટેલ, ભરૂચ
ભરૂચના શક્તિનાથ શાકમાર્કેટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક અજાણ્યા યુવકે ચાના ગલ્લા પર બેઠેલી મહિલાનો મોબાઇલ ચોરી કર્યો છે. સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ છે. CCTVમાં દેખાય છે કે યુવક પહેલા ગલ્લા પર કંઈક ખરીદવાના બહાને આવે છે. ત્યારબાદ તે ગલ્લાની પાછળ જાય છે. મહિલાનું ધ્યાન ભટકાવીને મોબાઇલ ઉઠાવી લે છે. યુવક ગણતરીના સેકન્ડોમાં ત્યાંથી ફરાર થઈ જાય છે. પોલીસે CCTVના આધારે આરોપીની ઓળખ માટે તપાસ શરૂ કરી છે. વ્યસ્ત બજાર વિસ્તારમાં બનેલી આ ઘટનાથી વેપારીઓ અને સ્થાનિક રહીશોમાં ચિંતાનું વાતાવરણ છે. પોલીસે આસપાસના વિસ્તારના CCTVની તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!