GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ અને જસદણ ખાતેના વિવિધ કામોની સમીક્ષા બેઠક યોજાશે

તા.૩૦/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jasdan: જળસંપતિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને તા.૩૧ ઓગસ્ટ ૨૦૨૪ શનિવારના રોજ સવારે ૮ કલાકે રાજકોટના બહુમાળી ભવન ખાતે રાજકોટ સિંચાઈ યોજના વર્તુળ ખાતે જિલ્લાના સિંચાઈ વિભાગની કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાશે.
સવારે ૧૦.૩૦ અને બપોરે ૧૨.૩૦ કલાકે અનુક્રમે જસદણ પ્રાંત કચેરી ખાતે જસદણ તાલુકા તેમજ નગરપાલિકાના પ્રશ્નો અંગેની બેઠક તથા જસદણ અને વિંછીયા તાલુકાના વીજ પુરવઠાના પ્રશ્નો અંગેની બેઠક યોજાશે. ત્યારબાદ, બપોરે ૩ વાગ્યે વિંછીયા તાલુકા પંચાયત કચેરી ખાતે વિંછીયા તાલુકાના પ્રશ્નો અંગેની સમીક્ષા બેઠક યોજાશે.


