
તા.૧૧/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એ પ્રકારના ‘કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક’ના ઉપયોગ પર મૂકાયો ભાર
Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ આજરોજ મારવાડી યુનિવર્સિટી, રાજકોટ ખાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોન)નો પ્રારંભ થયો છે. આ બે દિવસીય કોન્ફરન્સમાં પ્રાદેશિક આકાંક્ષાઓ અને વૈશ્વિક મહત્વાકાંક્ષાઓના વિષય પર વિવિધ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેમિનાર દરમિયાન સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી (CIPET) અમદાવાદ દ્વારા એક મહત્વપૂર્ણ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. CIPET અમદાવાદના ડાયરેક્ટર અને હેડ શ્રી પરિતોષ દીવાસલી દ્વારા “Controlled Compostable Plastics & its Testing as per IS/ISO 17088:2021 for CPCB Certification” વિષય પર ઊંડાણપૂર્વક માહિતી અપાઈ હતી.
સેમિનારમાં પ્રોડક્ટ વેલિડિટેશનથી લઈને પ્લાસ્ટિક ટેસ્ટ સર્ટિફિકેશન, પ્લાસ્ટિક પ્રોડક્શન સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સેમિનારમાં પર્યાવરણને નુકસાન ન પહોંચાડે તેવા ‘કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક’ના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઔદ્યોગિક એકમો CPCB (સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) સર્ટિફિકેશન માટે IS/ISO 17088:2021 ના ધોરણો મુજબ પ્લાસ્ટિકનું ટેસ્ટિંગ કેવી રીતે કરાવી શકે તે અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
આ સેમિનારમાં ડૉ. કિનસુક દત્તા, સૌરાષ્ટ્ર અને કચ્છના અગ્રણી ઉદ્યોગપતિઓ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીશ્રીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ, એકેડેમિક એક્સપર્ટ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.








