GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ મેડિકલ કોલેજમાં બે દિવસીય યોગ શિબિર અને યોગ સંવાદ યોજાયો
તા.૧૯/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન મુજબ, રાજકોટ ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં બે દિવસ યોગ શિબિર, ધ્યાનયોગ અને યોગ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.ના ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓને યોગાસન, પ્રાણાયામ તેમજ માનસિક તનાવથી મુક્ત રહેવા માટે મેડિટેશન કરાવવામાં આવ્યું હતું. સ્ટેટ કો-ઓર્ડિનેટર શ્રી અનિલભાઈ ત્રિવેદી, ઝોન કોડીનેટર સુશ્રી વંદનાબેન રાજાણી, મહાનગરપાલિકા કોર્ડીનેટર સુશ્રી ગીતાબેન સોજીત્રા અને સુશ્રી મીતાબેન તેરૈયા તેમજ સોશિયલ મીડિયા કોર્ડિનેટર સુશ્રી દર્શનાબેન આહીયા અને યોગકોચ ડૉ. ધર્મિષ્ઠાબેન હિંગળાજિયાના સહયોગથી મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ અને સ્ટાફની હાજરીમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.