GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ રોટરી ક્લબ ખાતે અને શનિવારી બજારમાં “મતદાન જાગૃતિ અભિયાન”નું આયોજન કરાયું

તા.૨૮/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

“દસ મિનિટ દેશ માટે”ફાળવનાર મતદાતાને તા.૭મેના રોજ ચીજ વસ્તુઓની ખરીદી પર ૭% ડિસ્કાઉન્ટ

Rajkot: લોકશાહીના અવસરમાં સમગ્ર ભારતને જોડવા વહીવટી તંત્ર અવિરતપણે કાર્ય કરે છે. જેમાં દેશભરમાં વિવિધ જગ્યાઓ પર તમામ વર્ગના લોકો મતદાન જાગૃતિ અભિયાનમાં જોડાય છે.

અભિયાન રાજકોટ શહેરની ગીત ગુર્જરી અને દૂધસાગર રોડ ખાતે શનિવારના રોજ શનિવારી બજાર યોજાય છે. જ્યાં ચીજ વસ્તુઓના અનેક સ્ટોલ લગાવવામાં આવે છે. જેમ ખુબ મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવે છે. આ બજારમાં વહીવટી તંત્રએ દરેક સ્ટોલ પર જઈને વેપારી અને ગ્રાહકોને આમંત્રણ પત્રિકા આપીને મતદાન કરવા આમંત્રિત કર્યા હતા.

આ સાથે રાજકોટ શહેરના રોટરી ક્લબ ખાતે મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિનિયર સીટીઝન અને યુવાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ઉપસ્થિતોને મતદાન પ્રક્રિયા અને મતદાનના અધિકાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

આગામી તા.૭ મેના રોજ “દસ મિનિટ દેશ” માટે ફાળવનાર મતદાતાઓને હોટેલ રેસ્ટોરેન્ટ, માર્ટ, મોલ, પેટ્રોલ પંપ સહિતની જગ્યાઓમાં ખરીદીની ચીજ – વસ્તુઓ પર ૭%ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!